<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

મોટી ખાવડીમાં લોન પર લીધેલ રીક્ષાના હપ્‍તા ન ભરી શકતા આધેડનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જિલ્લાના મોટી ખાવડી ગામે દલીત વિસ્‍તારમાં રહેતા રામાભાઈ હિરાભાઈ સંજોટ, ઉ.વ.પ૧ વાળા એ મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, ખીમાભાઈ હિરાભાઈ સંજોટ, ઉ.વ.પ૦, રે. ગાગવાધાર, એ પોતે લોન ઉપર સી.એન.જી. રીક્ષા લીધેલ હોય જેના હપ્‍તા ભરાય તેમ ન હોય જેની ચિંતામાં આવી જતા  પોતાના ઘરે પોતાના હાથેથી ઝેરી દવા પી જતા સારવારમાં મૃત્‍યુ પામેલ છે.

આંકડા લખતો શખ્‍સ ઝડપાયો

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિરણજી ઈશ્‍વરજી ઠાકોર એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર ઢાંઢર નદીના પુલ પાસે જાહેર રોડ પર આરોપી જયસુખભાઈ પાલાભાઈ ખરા એ વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.૧પ૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરી થયાની રાવ

મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં મુકેશભાઈ અરજણભાઈ રાઠોડ, ઉ.વ.ર૧, રે. સીગંચ ગામ, સીંગચ પ્રાથમીક શાળાની બાજુમાં, તા.લાલપુર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પડાણા ગામ પાસે આવેલ પી.સી.જી. ગેઈટ ની સામે આવેલ પાર્કિંગમાં ફરીયાદી મુકેશભાઈના બાપુજી અરજણભાઈના નામનું સ્‍પેલન્‍ડર પ્‍લસ બ્‍લેક તથા ગ્રે કલરના પટાનું જેના જી.જે.૧૦-સી આર-૮૮ર૭ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- નું પાર્ક કરેલ હોય કોઈ અજાણ્‍યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(11:25 AM IST)