<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ગોંડલ બાલાશ્રમની દિકરીનાં લગ્નની રવિવારે શરણાઇઓ ગુંજશે

ગીતાબા જાડેજા, જયરાજસિંહ જાડેજા, ગણેશ જાડેજા, રમેશ ધડુકના નેજા હેઠળ તડામાર તૈયારી

ગોંડલમાં બાલાશ્રમની દિકરીના લગ્નની તડામાર તૈયારી તથા આયોજકો તસ્‍વીરમં નજરે પડે છે.(તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ર૧: ગોંડલના પ્રજાવત્‍સલ રાજવી સર ભગવતસિંહજી દ્વારા સ્‍થાપિત ગોંડલ નગરપાલિકા દ્વારા સંચાલિત શ્રી ભગવતસિંહજી બાલાશ્રમની દીકરી ચિ. શ્રધ્‍ધા ના શુભ લગ્ન જસાપર (હાલ રાજકોટ) નિવાસી ગં.સ્‍વ. લાભુબેન તથા સ્‍વ. પોપટભાઇ સાવલીયાના સુપુત્ર  ચિ. કિશોર સાથે રવિવાર તા. ર૩ નિરધારેલ છે.

ગોંડલ નાં પ્રજાવત્‍સલ રાજવી સર ભગવતસિહજી એ અનાથ લોકોની પનાહ માટે નિર્માણ કરેલા બાલાશ્રમ માં આગામી તા.૧૬ નવેમ્‍બરે બાલાશ્રમ માં પનાહ લઇ લગ્ન લાયક બનેલી એક દિકરીનાં યોજાનાર લગ્નોત્‍સવને લઇને ભાજપ મોવડી મંડળ ધારાસભ્‍ય ગીતાબા જાડેજા, પુર્વ ધારાસભ્‍ય જયરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુકના નેજા હેઠળ નાગરિક બેંકનાં પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, મનસુખભાઈ સખીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, ચીફ ઓફિસર એ.જે. વ્‍યાસ, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, પિન્‍ટુભાઈ ચુડાસમા, મનીષભાઈ રૈયાણી, પળથ્‍વીસિંહ જાડેજા, પ્રવીણભાઈ રૈયાણી, સંજયભાઈ ધીણોજા સહિત નગરપાલિકા સદસ્‍યો તેમજ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં લગ્ન ધામધૂમપૂર્વક અને શાહી ઠાઠમાઠ થી યોજાય તેવું આયોજન કરાયુ છે.

નગરપાલીકા સંચાલીત બાલાશ્રમ ની એક દિકરી લગ્ન લાયક થતા તેનાં માટે યોગ્‍ય મુરતિયાની પસંદગી સંપ્‍પન થયા બાદ હવે આગામી તા. ૧૬ નવેમ્‍બર ને સવારે સગાઈ વિધી કરાયાં બાદ તા. ૨૨ નવે. ના રોજ સવારે મંડપ રોપણ, રાત્રીના દાંડીયા રાસ તેમજ તા.૨૩ તારીખે લગ્ન વિધી યોજવા જઈ રહી છે ત્‍યારે બાલાશ્રમનું મેનેજમેન્‍ટ સંભાળતા મનસુખભાઈ સખીયાએ લગ્નોત્‍સવ ની તૈયારીઓ વિશે માહિતી આપતાં જણાવ્‍યું હતું કે એક દિકરીનાં લગ્ન યોજવા જઈ રહ્યા તે માટે શહેરની વિભિન્ન સંસ્‍થાઓ આગેવાનો દાતાઓને અપીલ કરી હતી કે કરીયાવર તેમજ કરીયાણાની વ્‍યવસ્‍થા થઇ ચુકી હોય દાતાઓએ રોકડ રકમમા ફુલ નહિ તો ફુલની પાંખડી આપી તેના બદલામાં આપે આપેલ રકમની પહોંચ મેળવી લેવા અપીલ કરાઇ છે.

આ પ્રસંગે ગીતાબા જાડેજા-ધારાસભ્‍યશ્રી ગોંડલ, રમેશભાઇ ધડુક પુર્વ સાંસદશ્રી પોરબંદર, જયરાજસિંહ જાડેજા પુર્વ ધારાસભ્‍ય ગોંડલ, અલ્‍પેશભાઇ ઢોલરીયા ચેરમેન માર્કેટ યાર્ડ ગોંડલ, હિનાબેન બી.ઢોલરીયા પ્રમુખ તાલુકા પંચાયત ગોંડલ, ધર્મેન્‍દ્રસિંહ કે.જાડેજા ઉપપ્રમુખ માર્કેટીંગ યાર્ડ ગોંડલ, કિશોરભાઇ કાલરીયા ચેરમેન ગોંડલ નાગરીક બેંક, મગનભાઇ ધોણીયા અધ્‍યક્ષ જીલ્લા ખરીદ વેચાણ સંઘ, કુરજીભાઇ ભાલાળા અધ્‍યક્ષ તાલુકા ખરીદ વેચાણ સંઘ, ઓમદેવસિંહ જાડેજા વાઇસ ચેરમેન ગોંડલ નાગરીક બેંક, પ્રફુલભાઇ ટોળીયા એમ.ડી.ગોંડલ નાગરીક બેંક ઉપસ્‍થિત રહેશે.

સફળ બનાવવા અશ્વીનભાઇ એમ.રૈયાણી પ્રમુખ નગરપાલીકા, પરીતાબેન વી.ગણાત્રા ઉપપ્રમુખ નગરપાલીકા, ક્રિપાલસિંહ પી.જાડેજા ચેરમેન કારોબારી કમીટી નગરપાલીકા, એ.જે.વ્‍યાસ નગરપાલીકા,ડો. નૈમિષભાઇ આર.ધડુક અગ્રણી, જયોતીરાદિત્‍યસિંહ જે.જાડેજા યુવા અગ્રણી, મનસુખભાઇ આર. સખીયા પુર્વ પ્રમુખ, અશોકભાઇ બી.પીપળીનાથ પુર્વ પ્રમુખ, પૃથ્‍વીસિંહ એ.જાડેજા પુર્વ પ્રમુખ, સમીરભાઇ એમ.કોટડીયા પ્રમુખ શહેર ભાજપ તથા શ્રી સર ભગવતસિંહજી બાલાશ્રમ તથા બાઇસાહેબના નિરાશ્રીત ગૃહ ભગવતપરા ગોંડલની ટીમ જહેમત ઉઠાવે છે.  

(11:49 AM IST)