<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

SIR કામગીરીથી કંટાળી BLO શિક્ષકની આત્‍મહત્‍યા

કોડીનારની ઘટનાઃ કોઇ કાળે મારાથી SIRનું કામ થઇ શકશે નહિઃ હચમચાવી દેતી સ્‍યુસાઇડ નોટ લખી : આઇ એમ વેરી વેરી સોરી માઇ ડીયર વાઇફ સંગીતા એન્‍ડ માઇ લવીંગ ડીયર સન ક્રિશયઃ તું તારૂ અને આપણા દિકરાનું ધ્‍યાન રાખજે હું તમને બન્નેને ખુબ જ ચાહુ છું પરંતુ હવે મજબુર બની ગયો છુઃ પ્રિય પત્‍ની સંગીતા, મારાથી કોઇપણ કાળે હવે આ એસઆઇઆરનું કામ થઇ શકે તેમ નથીઃ છારા કન્‍યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે મોત વહાલું કર્યુઃ ડીપ્રેશનમાં હોવાનો પરિવારજનોનો આક્ષેપ

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૧: કોડીનારમાં BLOએ આપઘાત કરતા ખળભળાટ મચી ગયો છે.

ગીર સોમનાથ જીલ્લાના કોડીનારમાં SIRની કામગીરીથી ત્રસ્‍ત થઈ કોડીનારના છારા કન્‍યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અરવિંદભાઈ વાઢેર નામના શિક્ષકે મોત વહાલું કર્યું છે. આ શિક્ષક અરવિંદભાઇ મુળજીભાઇ વાઢેર છારા કન્‍યા પ્રાથમિક શાળામાં તા.૫/૭/૨૦૧૦ના રોજ શિક્ષક તરીકે જોઇન્‍ટ થયા હતા.

અરવિંદભાઈ કોડીનારના દેવડી ગામના વતની છે શિક્ષકે મોત પહેલા સુસાઇડ નોટ પણ લખી હોવાનું બહાર આવ્‍યું છે પરિવારજનોએ શિક્ષક ડિપ્રેશનમાં હોવાનો આક્ષેપ કર્યો છે.

સુસાઇડનોટમાં લખ્‍યુ છે કે, પ્રિય પત્‍ની સંગીતા, મારાથી કોઇપણ કાળે આ એસઆઇઆરનું કામ થઇ શકે તેમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસીક તણાવ અનુભવુ છુ.

તું તારૂ અને આપણા દિકરાનું ધ્‍યાન રાખજે. હું તમને બન્નેને ખુબ જ ચાહુ છુ પણ હવે હું ખુબ જ મજબુર બની ગયો છુ અને મારી પાસે આ અંતિમ પગલુ ભરવા સિવાય કોઇ રસ્‍તો નથી. મારો આ થેલો અહીં પડયો છે તેમાં બધુ જ કામગીરીનું સાહિત્‍ય છે તે સ્‍કુલે આપી દેજે.

આઇ એમ વેરી વેરી સોરી માઇ ડીયર વાઇફ સંગીતા એન્‍ડ માઇ લવીંગ ડીયર સન ક્રિશય.(૨.૧૩)

 

(3:05 PM IST)