News of Friday, 21st November 2025
સોૈરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો
લઘુતમ તાપમાનનો પારો ૧ થી ૨ ડિગ્રી ઉંચે આવ્યો

રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. લઘુતમ તાપમાન ૧ થી ૨ ડિગ્રી ઉંચે આવતા ઠંડીમાં સામાન્ય ઘટાડાની અસર વર્તાઇ છે. આજે કચ્છના નલીયામાં ૧૧.૨, રાજકોટમાં ૧૪.૨ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહતમ તાપમાન ૨૮.૫, ભેજનું પ્રમાણ ૫૭%, પવનની ગતિ ૪.૨ કિ.મી. રહી છે.

(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
