News of Friday, 21st November 2025
ખંભાળીયામાં સવા લાખનો ચરસ કારમાં લઇ જતા ઝડપાઇ ગયો

ખંભાળીયા, તા. ર૧ : એક કાળા કલરની થાર મોટરકાર નં.૭૬૮૪ વાળો વેજાભાઈ નામનો વ્યક્તિ અવાર-નવાર ભાટીયા ચોકડી ખાતે આવે છે અને તેની પાસે માદક પદાર્ચ ચરસનો જથ્થો હોય છે અને બપોરના સમયે આવવાનો છે તેવી બાતમી હકીકત મળેલ જે આધારે આરોપી કોઈ રીતે નાશીભાગી ન જાય અથવા તો ચેતી ન જાય તે મુજબનું રેઈડનું આયોજન સમજાવી કાર્યવાહી કરતા બપોરના હકિક્ત વાળી કાળા કલરની થાર મળી આવતા જેની ઝડતી તપાસ કરતા મજકુર ઈસમ વેજાભાઈ ઉર્ફે ભગત સ.ઓફ જેઠાભાઈ ભોજાભાઈ યાનપા, અનુ.જાતિ, ઉ.વ.૩૩, ધંધો.વેપાર (જય ઠાકર લેડીઝ મોલ), રહે. વાચ્છુ ગામે, પ્રાથમીક શાળાની બાજુમાં, તા. દ્વારકા, હાલ રહે જલારામ નગર ૩, લક્ષ્મી મારબલથી આગળ, તા. દ્વારકા, કબ્જા ભોગવટાની થાર મોટરકારમાંથી માદક પદાર્થ ચરસ ૫૦૧ ગ્રામ કી.રૂ.૧,૨૫,૨૫૦/- નો પકડી પાડી, મજકુર ઈસમે માદક પદાર્થ ચરસની હેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ થાર મોટર કાર, મોબાઈલ ફોન કબ્જે કરેલ
આ કામગીરી કે.કે. ગોહીલ, પોલીસ ઈન્સપેકટર કે.એમ.જાડેજા, પોલીસ સબ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા, અશોકભાઈ આર. સવાણી, કાનાભાઈ રણમલભાઈ માડમ, એ.એસ.આઈ., ભીખાભાઈ નગાભાઈ ગાગીયા, એ.એસ.આઈ., હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, એ.એસ આઈ., ચિરાગસિંહ ભીખુભા જાડેજા, એ.એસ.આઈ., નિતેશભાઈ દાનાભાઈ સ્વાદિયા, પોલીસ હેડ કોન્સ., લખમણભાઈ કરશનભાઈ આંબલીયા, ડ્રા.એ.એસ.આઈ., સંજયભાઈ વાશેતરીયા, ડ્રા. પોલીસ કોન્સ એ કરી હતી.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
