<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

જયાં મારા આદર્શ સચિન તેડુંલકરે પોતાના સપના લખ્‍યા હતા તે ગ્રાઉન્‍ડ ઉપર મારી સદી જીવનની યાદગાર ક્ષણ

મુંબઇમાં વ્‍હીલચેર ક્રિકેટ વેસ્‍ટ ઝોન ટુર્નામેન્‍ટમાં ગુજરાત ટીમના કેપ્‍ટન અને મૂળ પોરબંદરના ક્રિકેટ ભીમા ખુંટીએ ૪૩ બોલમાં સદી ફટકારીને ગુજરાતને ફાઇનલમાં પહોંચાડયું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૧ : મૂળ પોરબંદરના અને વ્‍હીલચેર ક્રિકેટ ગુજરાત ટીમના કેપ્‍ટન ભીમા ખુંટીએ મુંબઇમાં વ્‍હીલચેર ક્રિકેટ વેસ્‍ટ ઝોન ટુર્નામેન્‍ટમાં ૪૩ બોલમાં સદી ફટકારીને  ગુજરાત ટીમને ફાઇનલમાં પહોંચાડીને પોરબંદરનું ગૌરવ વધારેલ છે.

ગુજરાત વ્‍હીલચેર ક્રિકેટ ટીમના કેપ્‍ટન ભીમા ખુંટીએ જણાવેલ કે જયાં મારા આદર્શ સચિન તેન્‍ડુલકરે પોતાના સપના લખ્‍યા હતા તે ગ્રાઉન્‍ડ ઉપર મારી સદી કે.જે.મારા જીવનની યાદગાર સદી અને ક્ષણ છે.

 મુંબઈના એમ.આઈ.જી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે વેસ્‍ટ ઝોન ચેમ્‍પિયનશિપ રમાઈ હતી જેમાં મુંબઈ ગુજરાત અને મહારાષ્‍ટ્ર એમ ત્રણ  ટીમો ભાગ લીધો હતો. આ ટુર્નામેન્‍ટમાં ગુજરાત ટીમની મહારાષ્‍ટ્ર અને મુંબઈ સામે એક એક લીગ મેચ રમાણી હતી. જેમાં ગુજરાતના કેપ્‍ટન ભીમા ખૂંટી ને હાથના ભાગમાં ક્રેમ્‍પ આવવાથી મુંબઈ સામેની મેચ રમી શકયા ન હતા. અને મુંબઈ સામેની લીગ મેચમાં ગુજરાતની ટીમને હારનો સામનો કરવો પડ્‍યો હતો. અને જ્‍યારે મુંબઈ એ ગુજરાત અને મહારાષ્‍ટ્રને હરાવીને ફાઇનલમાં -વેશી ગઈ હતી. ત્‍યારે ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચવા માટે મહારાષ્‍ટ્રને હરાવવું જરૂરી હતું મતલબ એવું કહી શકાય કે કરો યા મરોવાળી પરિસ્‍થિતિ આવીને ઊભી હતી. અને મોસમ ખરાબ હોવાના કારણે આ મેચ ૧૫ ૧૫ ઓવરની રમાઈ હતી આ મેચમાં ગુજરાતની ટીમે ટોચ જીતીને પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જ્‍યારે ટોસ ટાઈમે ભીમા ખુંટીને પૂછવામાં આવ્‍યું કે તમે પહેલા બેટિંગ કરવાનું નિર્ણય શા માટે કર્યો હતો ત્‍યારે ભીમા ખૂંટીએ એવું જણાવ્‍યું હતું કે એક સપાટ વિકેટ પર સારો સ્‍કોર કરીને સામેની ટીમને દબાવમાં નાખીને અમે અમારી રણનીતિ મુજબ જીતવાના -યાસો કરશું. સાથે મુંબઈના આ એમ.આઈ.જી ગ્રાઉન્‍ડ પર પહેલા બલ્લેબાજી કરવાવાળી ટીમના ૮૦ ટકા જીતવાનો રેકોર્ડ પણ છે તો અમે મહારાષ્‍ટ્રની ટીમને સારો સ્‍કોર કરીને દબાવમાં લઈ આવીશું.

 ગુજરાત તરફથી ઓપનિંગમાં કેપ્‍ટન ભીમા ખૂંટી અને વિષ્‍ણુ રાવલે પારિની શરૂઆત કરી હતી. આ ૧૫ ઓવરની મેચમાં ચાર ઓવર નો પાવર પ્‍લે હતો અને આ ચાર ઓવરના પાવર પ્‍લેમાં ગુજરાતના કેપ્‍ટન ભીમા ખુંટીએ આક્રમક બેટિંગ કરીને પાવર પ્‍લેનો ભરપૂર ફાયદો ઉઠાવીને ગુજરાતનો સ્‍કોર ૬૨ રમે પહોંચાડી દીધો હતો.

૫.૩ ઓવરમાં માત્ર ૨૨ બોલમાં ૫૩ રન ફટકારીને કેપ્‍ટન ભીમા ખૂંટીએ પોતાનું અર્ધ શતક પૂરું કર્યું હતું. અને કેપ્‍ટન ભીમા ખૂંટી અહીંયા જ રોકાયા ન હતા જ્‍યોત જોતામાં તો ૨૦ છોગા સાથે માત્ર ૪૩ બોલમાં સદી ફટકારી દીધી હતી અને ઘણા બધા રેકોર્ડ્‍સ પણ પોતાના નામે કરી લીધા હતા. ભીમા ખૂંટી ની મહારાષ્‍ટ્ર સામે આક્રમક બેટિંગ જોઈને મુંબઈના આ એમઆઈજી ગ્રાઉન્‍ડ ખાતે હરકોઈ મંત્રમુક થઈ ગયા હતા. આ ગ્રાઉન્‍ડ પર ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ કયારેય આવી આક્રમક પારી રમી ન હતી એવી પરી આપણા ગુજરાતના કેપ્‍ટન ભીમા ખૂંટી રમી ગયા હતા. અને ભીમા ખૂંટી હજી આયા જ સ્‍ટોપ થયા ન હતા ભીમા ખૂંટીએ ૨૫ છોગા સાથે માત્ર ૫૯ બોલમાં નોટ આઉટ ૧૩૧ રનની ધમાકેદાર ઈનિંગ્‍સ રમીને માત્ર ૧૫ ઓવરમાં ગુજરાતનો ટોટલ ૨૧૩ રનનો ખડકી દીધો હતો. અને આ વિશાળ ટોટલમાં વિષ્‍ણુ રાવલના ૫૦ રનનું પણ યોગદાન સામેલ હતું.

જ્‍યારે ૨૧૪ ના વિશાળ ટાર્ગેટને હાસિલ કરવા મહારાષ્‍ટ્રની ટીમ મેદાનમાં ઉતરી ત્‍યારે માત્ર ૧૩૦ રન જ બનાવી શકી હતી અને ગુજરાતની ટીમનો ૮૩ રનેથી ભવ્‍ય વિજય થયો હતો. આ મેચમાં કેપ્‍ટન ભીમા ખૂંટીને મેન ઓફ ધ મેચના ખિતાબથી નવાજમાં નવાજવામાં આવ્‍યો હતો.

(1:06 PM IST)