તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 21st November 2025
દેવભુમી દ્વારકા જીલ્લામાં માવઠાથી નુકશાનની ૩૩પ૬પ ખેડૂતોની અરજી
વળતર ઓછું હોવાના અસંતોષ વચ્ચે અનેક ખેડૂતોઍ અરજી કરી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૧ઃ દ્વારકા જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ ૩૩પ૬પ વ્યકિતઓ ખેડૂતો દ્વારા નુકશાન અંગે અરજીઓ મોટી લાઇન થઇ છે તથા ખેડૂતોની અરજીઓ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જિલ્લામાં તાલુકાવાઇઝ નુકશાનની નોîધાયેલી ફરિયાદો અંગે જાઇઍ તો અત્યાર સુધીમાં ભાણવડમાં ૭૩૭૦ ખેડૂતોઍ, કલ્યાણપુરમાં ૧ર૧ર૮ તથા ખંભાળિયામાં ૧૦૬૩પ તથા દ્વારકા તાલુકામાં ૩૪૩ર ખેડૂતો દ્વારા પાક નુકશાન અંગે અરજીઓ પણ કરવામાં આવી હતી. જાકે ખેડૂતોમાં વળતર ઓછું હોવાના અસંતોષ વચ્ચે નુકશાનીની અરજીઓ થઇ છે તો સામાપક્ષે ખેડુતોની પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી પણ ચાલુ થતાં બજારમાં ભાવ કરતા ૩પ૦ જેટલા ઉંચા ભાવો મણદીઠ મળતા હોય ખેડૂતો આનંદમાં પણ છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
