News of Friday, 21st November 2025
પોરબંદરમાં માથાભારે સામે કડક પોલીસ કામગીરીની સરાહના કરતા રેન્જ આઇજી નીલેશ જાજડિયા
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર યોજાયો : એસ શ્રી ભગીરથસિંહ સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૧ : જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં જુનાગઢ રેન્જ આઇજી નીલેશ જાજડિયા ઉપસ્થિત રહીને જણાવેલ કે જિલ્લામાં માથાભારે શખ્સો સામે પોલીસની કડક કામગીરી સરાનહીય છે રેન્જ આઇજી નીલેશ જાજડિયાએ જણાવેલ કે પોરબંદર પોલીસે મોટા ગુન્હા ડીટેકટ કર્યા છે અને કાયદો વ્યવસ્થાનો ચૂસ્ત અમલ કરાવ્યો છે. તે આવકાર્ય છે.
પોલીસ કામગીરીને સહકાર આપનાર જનતાને રેન્જ આઇજી નીલેશ જાજડિયાએ અભિનંદન પાઠવ્યાં હતાં.
જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલ લોક દરબારમાં જાહેર જનતાના પ્રશ્નો તેમજ જિલ્લાની કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી.
લોક દરબાર એસ.પી. ભગીરથસિંહ જાડેજા તથા અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
