તા. ૧૭ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૧૫ શુક્રવાર
News of Saturday, 22nd November 2025
કાલે ભુપેન્દ્રભાઈ પટેલ કચ્છમાં: ભુજમાં ૫૦૦ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
જિલ્લા ભાજપ કાર્યાલયે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ બેઠક યોજાઈઃ જીલ્લા ભાજપ મુખ્યમંત્રીને આવકારવા આતુર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ :.. ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે કચ્છ આવી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર ની સાથે જિલ્લા ભાજપ પણ ઉત્સાહભેર મુખ્યમંત્રી ને આવકારવા આતુર છે.
ભુજ ખાતે આવતા મુખ્યમંત્રી શ્રી ના હસ્તે ભુજના રિંગ રોડ, ભુજ મુન્દ્રા રોડ રિસરફેસીંગ સહિત અંદાજિત ૫૦૦ કરોડ ના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
કચ્છ આવતા મુખ્યમંત્રીને આવકારવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા પણ મુખ્યમંત્રીને આવકારવા જિલ્લા ભાજપ કાર્યાલયે જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ના અધ્યક્ષ સ્થાને તેમજ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કાર્યક્રમ ને સફળ બનાવવા માટે જરૂરી સૂચનાઓ આપી વધુમાં વધુમાં લોકો આ કાર્યક્રમ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ એ ઉપસ્થિત સૌને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે વધુમાં વધુ લોકો ને જોડવા જણાવ્યું હતું.
પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા એ કચ્છ આવતા મુખ્યમંત્રીને આવકારવા માટે તમામ તૈયારીઓ સારી રીતે થાય અને કયાય કચાસ ના રહે તે જોવા જણાવ્યું હતું.
ભુજ વિધાનસભા ધારાસભ્ય કેશુભાઈ પટેલે આ કાર્યક્રમ વિશે વિસ્તળત માહિતી પુરી પાડી હતી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે હંમેશા કચ્છ માટે ખુલ્લા હાથે ગ્રાન્ટો ફાળવી છે ત્યારે ભુજ ના હૃદય સમા રિંગ રોડો માટે મોટી રકમ ફાળવવા બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરવા જણાવ્યું હતું.
સાથે સાથે અપેક્ષિત સૌને પોતાની જવાબદારી સમજી કાર્યક્રમને સફળ બનાવવા માટે કામેં લાગી જવા ખાસ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ શાહ, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, ધવલભાઈ આચાર્ય,જિલ્લા સંગઠનના ડો. મુકેશભાઇ ચંદે, જયંતભાઈ માધાપરીયા, શીતલભાઈ શાહ, રાહુલભાઈ ગોર, વાલજીભાઇ ટાપરીયા, ફુલસિંહ જાડેજા, વિજુબેન રબારી, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, શહેર પ્રમુખ મિતભાઈ ઠકકર, વિવિધ મોરચાના તાપસભાઈ શાહ,અશોક હાથી, પરસોતમભાઈ પટેલ, આમદભાઈ જત, માવજીભાઈ ગુંસાઈ, મંડળના હોદેદારો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકા ના કાઉન્સિલરો, મહિલા મોરચાના બહેનો સહિત મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, સંચાલન જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્યએ કર્યું હતું જયારે આભાર વિધિ રાહુલભાઈ ગોરે કરી હોવાનું મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી તેમજ સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
