તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
News of Saturday, 22nd November 2025
કાલાવાડના પીઠડીયા ગામે પાણી ભરેલી ડોલમાંથી પડી જતા દોઢ વર્ષના બાળકનું મોત : જામનગરની યુવતિએ જિંદગી ટૂંકાવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: : કાલાવડ તાલુના પીઠડીયા-૧ ગામે મયુનભાઈ જયસુખભાઈ દોમડીયાની વાડીએ રહેતા રાજેશભાઈ ચંદુભાઈ વસુલીયા એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, મયુર રાજેશભાઈ વસુલીયા, ઉ.વ.૧ અને ૬ માસ વાળો રમતા રમતા પાણી ભરેલ ડોલમાં પડી જતા પાણીમાં ડુબી જતા બેભાન હાલતમાં રાજકોટ ખાતે લઈ જતા મૃત્યુ પામેલ છે.
અહીં ધરારનગર-ર, સાતનાલા શાળા નં.૪૦ પાસે રહેતા રફીકભાઈ ગુલમામદભાઈ નાયાણી, ઉ.વ.પ૦ એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રોજમીન રફીકભાઈ ગુલમામદભાઈ નાયાણી, ઉ.વ.૧૬ વાળા કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢણી વડે ગળાફાંસો ખાઈ જતા જી.જી.હોસ્પિટલમા સારવારમાં મૃત્યુ પામેલ છે.
જુની અદાવતનો ખાર રાખી મહિલાને મારમાર્યાની રાવ
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નુરજહા ઈમરાનભાઈ ભાયા, ઉ.વ.૩૦, રે. વાઘેરવાડો, ભોયભજીયાવાળાની પાસે, ભાયા બિલ્ડીંગ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, નુરજહા ને બે દિવસ પહેલા તેમની માસી સાસુ સાથે ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી તેમનો દિકરો આરોપી અસરફ અનવર ભાયા એ ફરીયાદ નુરજહાને ગાળો આપી ઝપાઝપી કરી ઝાપટો, ઠોસા મારી શરીરે મુંઢ ઈજા કરેલ તેમજ આ બાબતે ફરીયાદી નુરજહા ને ડર લાગતા થોડુ ફીનાઈલ પી લીધેલ હોય બાદ ફરીયાદી નુરજહાના બહેન સાહેદ મેમુનાબેન મુસાભાઈ ગંઢાર ફરીયાદી નુરજહાને છોડાવવા આવતા આરોપી અસરફ એ સાહેદ મેમુનાબેન સાથે બોલાચાલી ઝઘડો કરી પેન્ટના નેફા માંથી છરી કાઢી છરીનો એક ઘા સાહેદને જમણા હાથમા મારી લોહી કાઢી ઈજાનો એક ઘા સાહેદને જમણા હાથમા મારી લોહી કાઢી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.
ઈન્સ્ટાગ્રામમાં થયેલ ઝઘડાનો ખાર રાખી મારમાર્યાની રાવ
અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હનીફભાઈ ગુલામહુશેન ઢેમ, ઉ.વ.૩૭, રે. લંઘાવાળના ઢાળીયા આરબફળી, આરબ મસ્જિદની સામે એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી હનીફભાઈ ના દિકરા સાજીદના મીત્ર મહમદ મહેબુબ શામદારને આરોપી ફેજાન યુનુશભાઈ સોલંકી સાથે ઈન્સ્ટાગ્રામમાં ઝઘડો થયેલ હોય જે બાબતે આરોપી ફેજાન સાથે ફરીયાદી હનીફભાઈનો દિકરો સાજીદ તથા મહમદ મહેબુબ નુરી ચોકડી પાસે આવેલ નુરી પાર્ક ખાતે વાતચીત કરવા જતા આરોપી ફેજાન તથા નાયઝ મુસ્તુફા છડીદાર આ બાબતે સાજીદ તથા સાહેદ મહેમદ મહેબુબ સાથે બોલાચાલી કરી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મારમારી મુંઢ ઈજા કરી આરોપી નાયઝ છરીનો એક ઘા ફરીયાદી હનીફભાઈના દિકરા સાજીદ ને માથાના પાછળના ભાગે મારી ઈજા કરી ગુનો કરેલ છે
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
