News of Saturday, 22nd November 2025
કચ્છમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરતા ત્રણ આરોપીઓની ધરપકડ : મૃત સસલુ અને સાંઢો સહિત મુદ્દામાલ ઝડપાયો : જુઓ વિડીયો
આરોપીઓ કોલી હિરજી ખમીશા કોરિયાણી લખપત,કોલી કિશોર ઉમરશી સુખપર – નખત્રાણા,કોલી ગુલાબ બાબુલાલ લુડવા-માંડવીની સામે કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : મુખ્ય વન સંરક્ષક શ્રી કચ્છ વન વર્તુળ તથા નાયબ વન સંરક્ષક શ્રી કચ્છ પશ્ચિમ વન વિભાગની સૂચના અને માર્ગદર્શન હેઠળ વન ગુના તથા વન્યપ્રાણી શિકારના ગુના અટકાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જે અનુસંધાને દયાપર ઉત્તર રેન્જ નારાયણ સરોવર રાઉન્ડમાં રાત્રિ પેટ્રોલીંગ સમયે મોજે કોરિયણી તા-લખપત, જીલ્લો-કચ્છમાં ગામેથી વન્યપ્રાણી સસલું નંગ-૧ ના શિકાર તથા સાંઢો નંગ -૬ ને નુકસાન કરવા બાબત ત્રણ વ્યક્તિને પકડેલ છે.
જેઓની પાસેથી સસલું મૃત-૧, તથા સાંઢો-૬, મોટર સાયકલ નંગ-૨, હાથ બેટરી નંગ-૧, ,મોબાઈલ નંગ-૩ કબજે કરી તેઓની સામે વન્ય પ્રાણી અધિનિયમ ૧૯૭૨ની કલમ ૨ (૧૪) (૧૬) (૩૫) (૩૬),૯,૨૯,૩૯,૫૦,૫૧,૫૨,૫૫ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આરોપીઓ કોલી હિરજી ખમીશા કોરિયાણી લખપત,કોલી કિશોર ઉમરશી સુખપર – નખત્રાણા,કોલી ગુલાબ બાબુલાલ લુડવા-માંડવીની ધરપકડ કરવામાં આવી છે.
આ કામગીરી પી.જે આશરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર,દયાપર ઉત્તર રેન્જ,૨. ડી.આર.જોશી. ઈ.વનપાલ દયાપર,૩-એમ.જે.ભીલ વનરક્ષક સહિતની ટીમ દ્વારા કરવામાં આવી છે.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
