<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

SIRની કામગીરીને કારણે જસદણના ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં શૈક્ષણિક વ્યવસ્થા ખોરવાઈ

ધોરણ 1, ધોરણ 6, અને ધોરણ 8 શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જાતે જ ભણવા મજબૂર બન્યા

રાજકોટ : મતદાર યાદી સુધારણાની કામગીરીના કારણે રાજ્યભરમાં શિક્ષકો પર ભારણ વધ્યું છે અને તેની સીધી અસર બાળકોના શિક્ષણ કાર્ય પર પડી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં BLOએ “SIR”ની કામગીરી તો બહુ સારી રીતે કરી છે. પરંતુ બીજી તરફ શિક્ષણ કાર્યમાં ખલેલ પહોંચી છે. ભંડારીયા ગામની સરકારી કન્યા શાળામાં BLO ફરજથી શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ છે.  ધોરણ 1, ધોરણ 6, અને ધોરણ 8 શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત હોવાથી ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ જાતે જ ભણવા મજબૂર બન્યા છે.

 

(7:03 PM IST)