<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે સગર્ભા મહિલાના ચાર બાળકોનાં મોત થયાનો આક્ષેપ : જુઓ વિડીયો

અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 ડિલિવરી કરાવવામાં આવે છેતથા ગાયનેક વિભાગને નેશનલ લેવલ "LaQshya" ઇન્સ્પેક્શન અંતર્ગત ક્વોલિટી બાબતે 94% સ્કોર સાથેનું સર્ટિફિકેટ પણ મળેલ છે : તબીબી અધિક્ષક ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩

જુનાગઢ ની સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીના કારણે સગર્ભા મહિલાના ચાર બાળકોનાં મોત થયાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

જુનાગઢમાં એક સગર્ભા બહેન ગુરુવારે રાત્રે પ્રાઇવેટ ના યુએસજી રિપોર્ટ સાથે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા. પ્રાઇવેટ ના યુએસજી રિપોર્ટમાં જ ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે તેવું લખેલું હતું. તેમની નોર્મલ ડિલિવરી કરાવવાનું સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતું અને નોર્મલ ડિલિવરી ન થતા ત્યારબાદ સિઝેરિયન સેક્શન કરવામાં આવેલ હતું. 

અન્ય એક કિસ્સામાં, સગર્ભા માતાની ડિલિવરી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે થયેલ હતી અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું ૬૦૦ ગ્રામ હતું. આવા કિસ્સામાં બાળકને બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણા નવજાત શિશુ સારવાર વિભાગ એનઆઈસીયુ દ્વારા બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો. આપણા તમામ પ્રયત્નો કરવા છતાં બાળકને બચાવી શકેલ નહોતા. આમ, એક જ ઓછા મહિને જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત બાળકનું મૃત્યુ થયેલ હતું.

      

જુનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકની સ્પષ્ટતા

 

જુનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષકે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે અત્રે બનાવની વિગત એવી છે કે 

એક સગર્ભા બહેન ગુરુવારે રાત્રે પ્રાઇવેટ ના યુએસજી રિપોર્ટ સાથે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે દાખલ થયેલ હતા. પ્રાઇવેટ ના યુએસજી રિપોર્ટમાં જ ગર્ભાશયમાં બાળકનું મૃત્યુ થયેલ છે તેવું લખેલું હતું. તેમની નોર્મલ ડિલિવરી કરાવવાનું સ્ટાફ દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ હતું અને નોર્મલ ડિલિવરી ન થતા ત્યારબાદ દર્દીના સગા દર્દીને રાત્રેથી લઈ જતા સિઝેરિયન સેક્શન કરવામાં આવેલ ન હતું. 

અન્ય એક કિસ્સામાં, સગર્ભા માતાની ડિલિવરી સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે થયેલ હતી અને બાળકનું જન્મ સમયે વજન ખૂબ જ ઓછું ૬૦૦ ગ્રામ હતું. આવા કિસ્સામાં બાળકને બચાવવું ખૂબ જ મુશ્કેલ હોય છે. આપણા નવજાત શિશુ સારવાર વિભાગ એનઆઈસીયુ દ્વારા બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવેલ હતો. આપણા તમામ પ્રયત્નો કરવા છતાં બાળકને બચાવી શકેલ નહોતા. 

આમ, એક જ ઓછા મહિને જન્મેલા અને ખૂબ જ ઓછા વજનવાળા નવજાત બાળકનું મૃત્યુ થયેલ હતું.

 

અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ દ્વારા દર મહિને 550 થી 600 ડિલિવરી કરાવવામાં આવે છે. તથા ગાયનેક વિભાગને નેશનલ લેવલ "LaQshya" ઇન્સ્પેક્શન અંતર્ગત ક્વોલિટી બાબતે 94% સ્કોર સાથેનું સર્ટિફિકેટ પણ મળેલ છે. તથા નવજાત શિશુ સારવાર વિભાગ દ્વારા પણ ખૂબ જ સારી ગુણવત્તા સભર સારવાર આપવામાં આવે છે. અત્રેની હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ તથા ગરીબ દર્દીઓની સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિમાં શ્રદ્ધા જળવાઈ રહે તેવા શુભ આશયથી આ સત્ય આપના મીડિયા દ્વારા વધુને વધુ લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે.તેમ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટ 

તબીબી અધિક્ષક, 

સિવિલ હોસ્પિટલ, જુનાગઢની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(3:28 PM IST)