તા. ૨૬ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૬ શુક્રવાર
News of Sunday, 23rd November 2025
ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને અન્ય 12 સહિત કુલ 13 લોકો સુરેન્દ્રનગર એસપી સમક્ષ હાજર
ગોંડલ પોલીસ પાસેથી આ તપાસ હાઇકોર્ટ એ હુકમ કરી સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ધ્રાગધ્રા DYSP જે.ડી. પુરોહીતને ખાસ સોંપી હતી

ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને અન્ય 12 સહિત કુલ 13 લોકો સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સમક્ષ હાજર થયા હતા. મોડી રાત સુધી આ 13 લોકોની પુછપરછ અને નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મુળ રાજસ્થાનના ગોંડલમાં રહી UPSC ની તૈયારી કરતા વિધાર્થી રાજકુમાર જાટની શંકાસ્પદ મોતને લઈને વિવાદ સર્જાયો હતો. તેની હત્યા થઇ હોવાના આક્ષેપો થયા અને આ ચકચાર કેસમાં ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલની ઉપર પણ આક્ષેપો થયા હતા. ત્યાર બાદ ફરીયાદ પણ દાખલ થયેલ અને આ ઘટનાના ના પડધા રાજસ્થાનમાં પણ પડ્યા હતા. રાજકુમાર જાટને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી હતી. ગોંડલ પોલીસ પાસેથી આ તપાસ હાઇકોર્ટ એ હુકમ કરી સુરેન્દ્રનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ધ્રાગધ્રા DYSP જે.ડી. પુરોહીતને ખાસ સોંપી હતી. .
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
