<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

ભાવનગરના ઉમરાળામાં બેન્ચા ચોકડી પાસેથી એક યુવાનનો મૃતદેહ મળ્યો

યુવાન દડવા ગામનો વતની કાનજીભાઈ કંટારિયા હોવાનું પોલીસને જાણવા મળ્યું

ભાવનગરના ઉમરાળા શહેરમાં બેન્ચા ચોકડી પાસેથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહને લઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી યુવાનની ઓળખની તપાસ કરી હતી. જેમાં આ યુવાન દડવા ગામનો વતની કાનજીભાઈ કંટારિયા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.  

 

(9:18 PM IST)