<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

હું લગ્ન કરું છું, હવે નહીં મળીએ એવું પ્રેમિકાએ કહેતા ઉશ્‍કેરાયેલા પ્રેમીએ પથ્‍થરથી ઢીમ ઢાળી દીધું

કચ્‍છના ઢોરી ગામે પ્રેમ સબંધનો લોહિયાળ અંત, મુસ્‍લિમ કુંભાર સમાજની તપાસની માંગ, પોલીસે હત્‍યા કરનાર પ્રેમીની કરી ધરપકડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪: ભુજના ઢોરી ગામે ૨૬ વર્ષીય યુવતી ઝરીના દાઉદ કુંભારની તેના પ્રેમી હરેશ કાનજી ગાગલ દ્વારા કરાયેલી હત્‍યાના બનાવે ચકચાર સર્જી છે. હત્‍યાના આ બનાવ બાદ ભુજના મુસ્‍લિમ કુંભાર સમાજે મૃતક યુવતી સાથે અઘટિત બનાવ બન્‍યો હોવાની રજૂઆત સાથે હત્‍યામાં એક થી વધુ આરોપીઓ હોવાનો આક્ષેપ કરી નિષ્‍પક્ષ પોલીસ તપાસની માંગ કરી છે. દરમ્‍યાન આ અંગે પોલીસ દ્વારા હત્‍યારા આરોપી હરેશ કાનજી ગાગલ ને રાઉન્‍ડ અપ કરી લેવાયો છે. પ્રાથમિક તપાસ મુજબ મૃતક યુવતી અને આરોપી બંને વચ્‍ચે સાતેક વર્ષથી પ્રેમ સંબંધ હતો. એક વખત છૂટાછેડા લઈ ચૂકેલ ઝરીના અને હરેશ બંને વચ્‍ચે પ્રેમસંબંધ બંધાયો હતો પરંતુ સાતેક વર્ષના પ્રેમ સંબંધ બાદ ઝરીના એ પોતે બીજા લગ્ન કરવાની વાત કરી આ છેલ્‍લું મિલન હોવાનું કહેતા ઉશ્‍કેરાટમાં હરેશે તેને પથ્‍થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. દરમ્‍યાન હત્‍યા મામલે શંકા અને આક્ષેપ બાદ પોલીસે આ મામલાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્‍યુ છે

(11:56 AM IST)