<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

વીંછિયામાં દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂએ પાવન પગલાં કરતાં હજજારો અનુયાયીઓએ દર્શન કરી ધન્‍યતા અનુભવી

જસદણના વ્‍હોરા સમાજના બિરાદરોએ સૈયદના સાહેબને જસદણ પધારવા માટે અદબભેર નિમંત્રણ પાઠવ્‍યું

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૨૪: દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્‍ચ ધર્મગુરુ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્‍સાદિક આલિક્‍દર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ) આજે રવિવારે વિંછીયા મુકામે પધરામણી કરતાં જ્‍યાં સૌરાષ્‍ટ્રના અનેક ગામોના હજજારો વ્‍હોરા બિરાદરોએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. રાણપુરથી કાર માર્ગે સવારે વીંછિયા આવી ઘરેઘર પાવન પગલાં કરી જ્‍યાં નવી મસ્‍જિદ બની રહી છે ત્‍યાં અંદાજિત ૪૦ મિનિટ ધર્મ પ્રવચન આપ્‍યાં બાદ બીજા ધાર્મિક કાર્યો કરી બપોરે બોટાદ પધારી ગયા હતા બોટાદમાં ડો. સૈયદના સાહેબના દીદાર માટે ખાસ ભાવનગરની દર્દીઓને વિવિધ પ્રકારે સેવા આપતી સંસ્‍થા બુરહાની ગ્રુપના મોભી ઇસ્‍માઇલભાઈ ટીનવાળાએ એક વાતચીતમાં જણાવ્‍યું હતું કે સૈયદના સાહેબની સૌરાષ્‍ટ્રમાં પધરામણીથી વ્‍હોરા બિરાદરોમાં ભારે ઉત્‍સાહનો સંચાર થયો છે ગામેગામ સેવાભાવી લોકોએ પાણીથી લઈ આરોગ્‍ય સુધીની વ્‍યવસ્‍થા કરી તેને કારણે સૈયદના સાહેબના દીદાર કરવા આવતાં અનુયાયીઓને ભારે રાહત મળી રહી છે વીંછિયામાં આજે સૈયદના સાહેબના આગમનને લઈ અનુયાયીઓએ દરેક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ ધન્‍યતા અનુભવી હતી.

(11:53 AM IST)