<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવત

લઘુતમ તાપમાનના પારામાં દરરોજ વધઘટઃ સવારે- રાત્રે ઠંડીની અસર વધુ

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડી યથાવત છે. લઘુતમ તાપમાનના પારામાં દરરોજ વધઘટ થઇ રહી છે. આજે કચ્‍છના નલીયામાં ૧૧.૬, અમરેલી ૧૩, રાજકોટ ૧૩.૨, જામનગરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪, મહતમ તાપમાન ૩૦.૫, ભેજનું પ્રમાણ ૬૦%, પવનની ગતિ ૩.૮ કિ.મી. રહી હતી.

(1:14 PM IST)