<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

દ્વારકામાં ગોમતીથી પંચકુઇ જવા સુદામા સેતુનુ કામ પુનઃ શરૂ કરાશે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૪ :  દ્વારકામાં ગોમતીથી પંચકુઈ જવા માટે લાંબા સમયથી બંધ સુદામા સેતુ ના કામનું ટેન્‍ડર મંજૂર કામ  શરૂ કરવા હુકમ અપાયો છે.  ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે.

૯.૧૧ કરોડ યાત્રાધામ વિકાસ સમિતિ દ્વારા તથા પાંચ કરોડ દ્વારકા દેવસ્‍થાન સમિતિ દ્વારા ફાળવાયા પી ડબ્‍લ્‍યુ ડી ની દેખરેખ માં કામગીરી શરૂ થશે આખો પુલ કેબલ બ્રિજ સ્‍ટેનલેસ સ્‍ટીલનો બનશે તથા હાલના પુલનો સુપર કન્‍સ્‍ટ્રક્‍શન તોડી અને માત્ર પિલર રાખી અને  મજબૂતીકરણથીઆ કામ થશે.

(11:57 AM IST)