News of Monday, 24th November 2025
જુનાગઢ સી-ડીવીઝન પોલીસે નાસતા - ફરતા ૩ને ઝડપી લીધા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪: જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાજડીયા તેમજ જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ અત્રેના જીલ્લાના પો.સ્ટે.ના નોંધાયેલા ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય.
જે અનુસંધાની સી ડીવીજન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.બી.ગોહીલ સા.ની સુચના આધારે પો.સબ.ઇન્સ આર.એમ.વાળા ગુન્હા નિવારણ સ્કોડના માણસો પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સબ.ઇન્સ આર.એમ.વાળા તથા પો.કોન્સ સંજયસિહ ચૌહાણ નાઓને બાતમી હકીકત મળેલ કે,ગુ.ર.નં.૧૨૦૩૦૦૪૨૫૦૫૯૦/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫-ઇ,૮૧ મુજબના કામના આરોપીઓ (૧) પંકજ ખીમજીભાઇ ચાવડા (૨) મહેશ માધુભાઇ જાદવ તથા (૩) શિવ ઉર્ફે જાવા ભરતભાઇ મકવાણા મધુરમ ગેટની આજુબાજુ આટાફેરા મારે છે જે હકીકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુન્હાના કામના આરોપીઓ મળી આવેલ જેથી તમામ આરોપીઓને સી.ડીવી.પો.સ્ટે.લાવી ઉપરોકત ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે.
પોલીસે પંકજ ખીમજીભાઇ ચાવડા ઉ.વ.૨૯ રહે.જુનાગઢ, મધુરમ, મંગલધામ-૧, રાજ રાજેશ્વરી એપાર્ટમેન્ટ મહેશ માધુભાઇ જાદવ રહે.જુનાગઢ બીલખા રોડ આંબેડકર નગર સંતોષી માતાના મંદિર પાસે શિવ ઉર્ફે જાવા ભરતભાઇ મકવાણા રહે.જુનાગઢ, મધુરમ, મંગલધામ-૩, રામ મંદિર પાસેની ધરપકડ કરી છે.
આ કામગીરી જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.બી.ગોહીલ તથા પો.સબ.ઇન્સ આર.એમ.વાળા તથા એચ.બી.ચૌહાણ તથા પો.હેડ કોન્સ. કે.ડી.ઝણકાત તથા પો.કોન્સ.સંજયભાઇ ચૌહાણ તથા પો.કોન્સ.દિનેશભાઇ જીલડીયા તથા નીલેષભાઇ નંદાણીયા તથા જુવાનભાઇ લાખણોત્રા વિગેરે પો.સ્ટાફે કરેલ છે.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
