<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

જામનગરમાં બીએલઓની કામગીરી દરમિયાન મહિલા શિક્ષિકા ને હાર્ટ એટેક આવતા દોડધામ

સત્યમ કોલોની વિસ્તારમાં બુથ ઉપર કામગીરી કરી રહેલા મસીતિયાના શિક્ષિકા હિરલ ત્રીવેદીની તબિયત લથડતા તાબડતોબ હોસ્પિટલમાં ખસેડાયા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરમા  BLO ની કામગીરી દરમિયાન મહિલા શિક્ષિકા ને હાર્ટ એટેક આવતા દોડધામ મચી ગઈ છે.હાઇપર ટેન્શનને લઈને BLOની કામગીરી દરમ્યાન તબિયત લથડી હતી.

હીરલ ત્રિવેદી નામના મહિલા શિક્ષિકા મસીતિયા ફરજ બજાવી રહ્યા છે અને સત્યમ કોલોની વિસ્તારમાં આવેલ આહીર સમાજ બુથ પર કામગીરી કરતા હતા.અચાનક જ માનસિક તણાવ આવતા તબિયત લથડી હતી. 

BLO ની કામગીરી દરમિયાન તબિયત લથડતા શિક્ષિકાને જીજી હોસ્પિટલમાં ICU માં ખસેડાયા છે.(તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:59 PM IST)