News of Monday, 24th November 2025
કચ્છની રાપર સરહદેથી પાકિસ્તાની પ્રેમી યુગલ ઝડપાયું
સિંધ પાકિસ્તાનથી રણ ક્રોસ કરી કચ્છ સુધી પહોંચી આવ્યા

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : પાકિસ્તાનની સરહદ ક્રોસ કરીને છેક કચ્છ પહોંચી આવેલ પાકિસ્તાની યુગલને બીએસએફએ ઝડપી પાડ્યું છે. બંને યુવક અને યુવતી પાકિસ્તાનના સિંધ પ્રાંતના મીઠી જિલ્લાના રહેવાસી છે. તેમના નામ પોપટ નથુ (ઉ.૨૪) અને ગુલાબ ઉર્ફે ગૌરી મુંગેરિયો (ઉ.૨૦) છે. તેઓ રાપર તાલુકાના રણ વિસ્તારના કૂડા ગામ પાસે બોર્ડર પીલર નંબર ૧૦૧૬ પાસેથી ઝડપાયા છે. બીએસએફ દ્વારા બંને પાકિસ્તાની યુવક અને યુવતીને સરહદી બાલાસર પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બંને અહીં ભારત શા માટે આવ્યા છે, કઈ રીતે તેઓ પહોંચ્યા છે? એ વિશેની માહિતી પોલીસની પૂછપરછ બાદ જાણવા મળશે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
