<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th November 2025

પાલિતાણામાં નીલ ગાયનું ટોળુ રસ્તામાં આડુ ઉતરતા આઈસર ટેમ્પો પલટી મારી જતા એક વ્યક્તિનું મોત: 20 લોકોને ઇજા

ઈજાગ્રસ્તોને પાલિતાણા અને શિહોર શિફ્ટ કરાયા: સગાઈનો પ્રસંગ કરી પરત આવી રહેલા ગરાજીયા ગામના પરિવારને અકસ્માત નડ્યો

પાલિતાણા શહેરમાં નીલ ગાયનું ટોળુ રસ્તામાં આડુ ઉતરતા આઈસર ટેમ્પો પલટી મારી જતા એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરમાં આઈસર ટેમ્પો પલટી મારી જતા એક વ્યક્તિનું મોત થયુ છે, જ્યારે 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. નીલગાયનું ટોળુ રસ્તામાં આડુ ઉતરતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ઈજાગ્રસ્તોને પાલિતાણા અને શિહોર શિફ્ટ કરાયા છે. સગાઈનો પ્રસંગ કરી પરત આવી રહેલા ગરાજીયા ગામના પરિવારને અકસ્માત નડ્યો હતો. ઘટનાને પગલે આગેવાનો સહિત પોલીસ દોડી આવી ટ્રાફિકજામને હળવો કર્યો હતો

(11:20 PM IST)