News of Monday, 24th November 2025
મોરબીના લક્ષ્મીનગર નજીક મોબાઈલ ટાવરમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરનાર બે ઝડપાયા
ઇકો ગાડી, કોપર વાયર સહીત ૧.૧૫ લાખનો મુદામાલ જપ્ત.

( પ્રવિણ વય્સ્સ દ્વારા ) મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે લગાવેલા મોબાઈલ ટાવરમાંથી કોપરના કેબલ વાયરની ચોરીના ગુનામાં પોલીસે બે આરોપીને ઝડપી લઈને ચોરી થયેલ કોપર વાયર અને ઇકો ગાડી સહીત કુલ રૂ ૧.૧૫ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૨ ના રોજ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે લક્ષ્મીનગર ગામે આવેલ મોબાઈલ તારમાંથી આશરે રૂ ૩૦,૦૦૦ ની કિમતના કેબલ વાયરની અજાણ્યા ઈસમો ચોરી કરી ગયા છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને કેબલ ચોરીને અંજામ આપનાર ઈસમો ઇકો ગાડીમાં ધરમપુરથી મોરબી તરફ આવતા હોવાની બાતમી મળતા ધરમપુર ગામના સ્મશાન પાસે વોચ ગોઠવી ઇકો ગાડી જીજે ૦૩ ડીએન ૨૫૫૧ વાળી ઝડપી લીધી હતી જે ગાડીમાંથી ચોરી થયેલ મુદામાલ પૈકી ૩૦ કિલો કોપર વાયર કીમત રૂ ૧૫ હજાર અને ઇકો ગાડી કીમત રૂ ૧ લાખ સહીત કુલ રૂ ૧,૧૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી કાટિયાભાઈ નરશીભાઈ દેવીપુજક અને દિલીપભાઈ પોપટભાઈ દેવીપુજક એમ બે આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
(11:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
