News of Tuesday, 25th November 2025
મોરબી-માળિયામાં ઝેરી દવાની અસર સહીતના બનાવમાં ત્રણના મોત.
નાની વાવડી ગામે ઘરે સીડી પરથી પડી જતા પૌઢનું મોત: રંગપર નજીક કારખાનામાં હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત : જુના ઘાટીલા ગામે વાડીમાં દવા છાંટતા ઝેરી દવાની અસર થતા મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : નાની વાવડી ગામે રહેતા ૫૪ વર્ષના પૌઢ પોતાના ઘરે સીડી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના નાની વાવડી ગામે રહેતા બીજલભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ.૫૪) વાળા ગત તા. ૨૩ ના રોજ પોતાના ઘરે સીડી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જોકે સારવાર કારગત નીવડે પૂર્વે જ પૌઢનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના રંગપર નજીક કારખાનામાં હાર્ટ એટેકને કારણે યુવાનનું મોત
રંગપર નજીક કારખાનામાં કામ કરતા ૩૫ વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
માળિયાના જુના ઘાટીલા ગામે વાડીમાં દવા છાંટતા ઝેરી દવાની અસર થતા મોત
જુના ઘાટીલા ગામે વાડીમાં ઝેરી દવા છાંટતી વખતે દવાની અસર થતા યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં મોત થયું હતું
મૂળ એમપીના વતની હાલ માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા અનુબેન છગનભાઈ પલાસીયા (ઉ.વ.૨૩) નામની યુવતી વાડીમાં શાકભાજીમાં ઝેરી દવા છાંટતી હતી અને દવાની અસર થતા સારવાર માટે જેતપર સરકારી હોસ્પીટલ અને બાદમાં વધુ સારવાર અર્થે મોરબી ખસેડાઈ હતી જ્યાં સારવારમાં યુવતીનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
મોરબી-માળિયામાં ઝેરી દવાની અસર સહીતના બનાવમાં ત્રણના મોત.
મોરબીના નાની વાવડી ગામે ઘરે સીડી પરથી પડી જતા પૌઢનું મોત
નાની વાવડી ગામે રહેતા ૫૪ વર્ષના પૌઢ પોતાના ઘરે સીડી પરથી અકસ્માતે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
