News of Tuesday, 25th November 2025
ખંભાળીયા પાસે રોંગ સાઇડમાં આવેલા ટ્રેકટરે હડફેટે લેતા નીચે પટકાયેલા બાઇક સ્વારો ઉપર કાર ચડી જતા એક મિત્રનું મોત

જામ ખંભાળિયા તા. ૨૫ :.. તાલુકાના સામોર ગામે રહેતા પબુભાઈ કાબાભાઈ ચાવડા નામના ૩૫ વર્ષના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફરિયાદી પબુભાઈના ભત્રીજા સીદાભાઈ ભીખાભાઈ ચાવડા મિત્ર રાજ નગાભાઈ કરંગીયાને સાથે લઈને તેમના જી.જે. ૩૭ ઈ. ૧૭૫૦ નંબરના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. ત્યારે પાયલ ચોકડી પાસે પહોંચતા રોંગ સાઈડમાં આવી રહેલા જી.જે. ૧૦ એડી ૦૪૮૫ નંબરના એક ટ્રેક્ટરના ચાલક ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે બાઇક પર જઈ રહેલા સીદાભાઈ અને રાજ કરંગીયા બંને પટકાઈ પડ્યા હતા.
આ દરમિયાન ખંભાળિયાથી દ્વારકા તરફ જતા રસ્તે પૂરઝડપે આવી રહેલી જી.જે.૩૯ સી.સી. ૯૯૫૫ નંબરની એક કિયા મોટરકારના ચાલકે સીદાભાઈ તથા રાજ ઉપર પોતાની કાર ચડાવી દીધી હતી. જેના કારણે સીદાભાઈ ચાવડાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ થતા તેમનું મળત્યુ નિપજ્યું હતું. જ્યારે તેમના મિત્ર રાજ નગાભાઈ કરંગીયાને પણ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
તપાસ અહીંના પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવે મળતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.
હર્ષદના દરિયામાં ડૂબી જતા યુવાનનો મળતદેહ સાંપળ્યો
પોરબંદર તાલુકાના મિયાણી ગામે રહેતા નાથાભાઈ બાબુભાઈ વાઘેલા નામના ૪૫ વર્ષના કોળી યુવાન ગત તારીખ ૨૧ નવેમ્બરના રોજ મિયાણી ગામના દરિયા કાંઠે માછીમારી કરવા ગયા હતા, ત્યારે કોઈ અગમ્ય કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જતા તા. ૨૩ ના રોજ તેમનો મળતદેહ કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ગામના દરિયા કાંઠેથી મળી આવ્યો હતો. આ બનાવ અંગેની જાણ મળતકના પુત્ર ભરતભાઈ નાથાભાઈ વાઘેલાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
દ્વારકા નજીક ટ્રકની
ઠોકરે બાઈક સવાર
ગામની ગોલાઈ પાસે પૂરઝડપે જઈ રહેલા જી.જે. ૧૮ બીટી ૫૮૫૧ નંબરના એક ટ્રકના ચાલક મનસુખભાઈએ આ માર્ગ પર જી.જે. ૧૪ એ.એસ. ૯૬૫૭ નંબરના મોટરસાયકલ પર જઈ રહેલા ધ્રુવીલ બલદાણીયા નામના આહીર યુવાનના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ધળવિલના ભાઈ ધાર્મિકભાઈ ધીરુભાઈ બલદાણીયા (ઉ.વ. ૨૪, રહે. વડલી, તા. રાજુલા, જિ. અમરેલી)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રકના ચાલક મનસુખભાઈ સામે કાર્યવાહી કરી હતી.
મીઠાપુરનો શખ્સ
દારૂ સાથે ઝડપાયો
મીઠાપુર તાબેના આરંભડા સીમ વિસ્તારમાં રહેતા દીપક તેજાભાઈ હાથિયા નામના ૩૨ વર્ષના શખ્સને સ્થાનિક પોલીસે વિદેશી દારૂની છ નાની બોટલ તેમજ મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, ઙ્કોહીબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
વાડીનારમાં ટોકન વગર માછીમારી કરતા બે ઝડપાયા
વાડીનાર નજીક આવેલી નયારા જેટી પાસેના દરિયાની ખાડીમાંથી માછીમારી કરવા જવા માટેનું ટોકન મેળવ્યા વગર તેમજ હોળીના રજીસ્ટ્રેશનના કાગળો સાથે રાખ્યા વગર માછીમારી કરીને પરત આવી ગયેલા અલીમામદ કાસમ માણેક અને અસગર
મામદ ગજણ નામના બે શખ્સો સામે વાડીનાર મરીન પોલીસે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
