<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

ભાવનગરની મહિલા કોન્‍સ્‍ટેબલને મુંબઈથી ઝડપી લેવાયઃ જેલમાં

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૫: આરોપીને પોતાના ઘરમાં રાખનાર મહિલા કોન્‍સ્‍ટેબલ નયના બારૈયા ને ભાવનગરની પોલીસે મુંબઈમાંથી ધરપકડ કરી ભાવનગર લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને જેલ  હવાલે કરવામાં આવેલ છે.

ભરતનગર પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતી કોન્‍સ્‍ટેબલ નયના બારૈયા ના મકાનમાંથી એટ્રોસિટીના આરોપી ઝડપાયો હતા. અને દારૂની બોટલ મળી હતી. ભાવનગરની પોલીસે આરોપીને મદદ કરવા અંગે કોન્‍સ્‍ટેબલ નયના બારૈયાને બે નોટિસ ફટકારી  હતી .પરંતુ નયના બારૈયા પોતાનો મોબાઈલ સ્‍વીચ ઓફ કરી નાખી ફરાર થઇ ગઈ  હતી.

દરમિયાન બાતમી મળેલ કે કોન્‍સ્‍ટેબલ નયના મુંબઈમાં છે. આથી ટીમ મુંબઈ રવાના થઈ હતી અને ત્‍યાંથી તેની ધરપકડ કરી ભાવનગર લાવી હતી. પોલીસે કોન્‍સ્‍ટેબલ નયનાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેને જેલ હવાલે કરવા હુકમ કરતા તેને જેલ ખાતે મોકલી દેવામાં આવેલ છે.

(11:46 AM IST)