<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખીટલા ગામની સીમમાં કપાસની આડમા લીલા ગાંજાનું વાવેતર : રૂ. ૨,૭૯,૮૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.સુરેન્દ્રનગર

રાજેશ ઉર્ફે રાજુ ભુપતભાઇ ખવડ રહે, ખીટલા તા.સાયલા વાળાએ ખીટલા ગામની પામર નામની સીમમાં પોતાના કબજા ભોગવટાની વાડીમાં વાવેતર કર્યું હતુ : આરોપીની પૂછપરછ

રાજકોટ તા.૨૫ : સુરેન્દ્રનગર જિલ્લામાં  લીલાગાંજાનુ વાવેતર કરેલ વાડીમાથી છોડ નંગ-૧૮૦ વજન ૫૫૯ કિલો ૭૦૦ ગ્રામ

કી.રૂ. ૨,૭૯,૮૫,૦૦૦ સાથે એક ઇસમને એસ.ઓ.જી.સુરેન્દ્રનગર ટીમે ઝડપી પાડ્યો છે

અશોકકુમાર યાદવ ((IPS) પોલીસ મહાનિરિક્ષક રાજકોટ વિભાગ, રાજકોટનાઓની સુચના મુજબ તેમજ શ્રી પ્રેમસુખ ડેલૂ (IPS) પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં એન.ડી.પી.એસ.ના ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાહીત પ્રવ્રુતી નેસ્ત તાબુદ કરવા માટેની માગૅદશૅન આપેલ હોય.

 જે અનુસંધાને PSI આર.જે.ગોહિલને બાતમી મળેલ કે રાજેશ ઉર્ફે રાજુ ભુપતભાઇ ખવડ રહે, ખીટલા તા.સાયલા વાળાએ ખીટલા ગામની પામર નામની સીમમાં પોતાના કબજા ભોગવટાની વાડીમાં કપાસના વાવેતરની આડમાં ગેરકાયદેસર રીતે પાસ-પરમીટ વગર લીલાગાંજાના છોડનુ વાવેતર કરેલ છે જે અંગે રેઇડ કરી લીલા ગાજાના છોડ નંગ-૧૮૦, વજન ૫૫૯ કિલો ૭૦૦ ગ્રામ કિ.રૂ.૨,૭૯,૮૫,૦૦૦/-નો મુદામાલનો સાથે આરોપીને જડપી પાડી ધોરણસર અટક કરી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે.

       આ કામગીરી PI બી.એચ.શીંગરખીયા, PSI એન.એ.રાયમા, PSI આર.જે.ગોહિલ, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ ખેર, HC અમરકુમાર કનુભા, PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC ફુલદિપસિંહ સામંતસિંહ ગોહીલ, PC સાહીલભાઇ મહમદભાઈ સેલત PC મીતભાઇ મુજપરા, PC બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા,PC નિતીનભાઇ હરેશભાઈ ગોહિલે કરી છે.

(3:33 PM IST)