<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th November 2025

પાલીતાણામાં સગીરા પર દુષ્કર્મ કેસ, અપહરણ અને મદદ કરનાર મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ

આ કેસમાં અન્ય એક આરોપી હજુ પણ ફરાર: પોલીસે તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી

પાલીતાણામાં એક સગીરાનું અપહરણ કરીને તેની પર દુષ્કર્મ આચરવા બદલ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં દુષ્કર્મ કરનાર અશ્વિન અને નટુ ચૌહાણ, મહેશ ચુડાસમા અને આ કૃત્યમાં મદદ કરનાર એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં અન્ય એક આરોપી હજુ પણ ફરાર છે અને પોલીસે તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

(8:40 PM IST)