તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
જૂનાગઢના પલાંસવાની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : 5.56 લાખથી વધુના દારૂ સહીત 10 લાખથી વધુનો મુદામાલ જપ્ત : જૂઓ સંપુર્ણ વીગત
ખરાબામાં રેલ્વે પાટા પાસેના અવાવરૂ રસ્તે કટીંગ કટિંગ કરે એ પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે દારૂની બોટલ, ચપટા મળી કુલ નંગ-૧૫૧૨ કિ.૫,૫૬,૮૦૦- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ. ૧૦ ,૫૬,૮૦૦ નો મુદામાલજપ્ત કર્યો

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્લાસવા ગામની સીમ વિસ્તારમાં આવેલ ખરાબાની જગ્યામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ, ચપટા મળી કુલ નંગ-૧૫૧૨ કિ.રૂા.૫,૫૬,૮૦૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂા.૧૦,૫૬,૮૦૦/- નો મુદામાલ સાથે પ્રોહીબીશન ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી કઢાયો છે
જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયાની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી/દેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા શખ્સો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.ઇન્સ. કે.એમ.પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય.
દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ, જૂનાગઢના પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી તથા પો. હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા તથા ડ્રા.પો.કોન્સ. પંકજભાઇ મઢવીનાઓને ખાનગી બાતમીદારો મારફતે ચોક્ક્સ બાતમી હકિકત મળેલ કે, “જૂનાગઢ, ગાંધીગ્રામ, સંજયનગરમાં રહેતો કિશન રામા કોડિયાતર ગે.કા. રીતે ગુજરાત રાજ્યમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વાહનમાં મંગાવી પ્લાસવા ગામની સીમમાં આવેલ ખરાબામાં રેલ્વે પાટા પાસેના અવાવરૂ રસ્તે કટીંગ કરવાની પેરવીમાં છે.” જે હકીકત આધારે સદરહુ જગ્યાએ તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવતા તમામ મુદામાલ કબ્જે કરી જુનાગઢ તાલુકા પો.સ્ટે. પ્રોહીબીશન એક્ટ. મુજબનો ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
હાજર નહી મળી આવનાર આરોપી: (૧) કિશન રામા કોડિયાતર રહે. જૂનાગઢ, ગાંધીગ્રામ, સંજયનગર કબ્જે કરવામાં આવેલ મુદામાલ

મહિન્દ્રા બોલેરો પીક-અપ રજી નં.જીજે-૩૨-ટી-૮૩૦૭ કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
કુલ મુદામાલ કિ.રૂા.૧૦,૫૬,૮૦૦/-
આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. કે.એમ.પટેલ તથા પો.સબ.ઇન્સ. પી.કે.ગઢવી તથા એ.એસ.આઇ.વિજયભાઇ બડવા, સામતભાઇ બારીયા, યશપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. આઝાદસિંહ સિસોદીયા, ઇન્દ્રજીતસિંહ ઝાલા, વનરાજસિંહ ચુડાસમા તથા ડ્રા.પો.કોન્સ. પંકજભાઇ મઢવી વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.
(9:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
