News of Tuesday, 25th November 2025
માંડવી ડ્રગ્સ કેસમાં ભુજ મોટો ચુકાદો: ત્રણ આરોપીઓને 20 વર્ષની સજા
ATSએ વર્ષ 2019માં માંડવી નજીક બે શખ્શોને પકડી તેમના પાસેથી રૂ. 97,60,000 મૂલ્યના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો:વધુ એક આરોપી પાસેથી પણ 965 ગ્રામ હેરોઈન મળ્યું હતું

કચ્છમાં વર્ષ 2019માં ગુજરાત ATS દ્વારા માંડવી વિસ્તારમાં ઝડપાયેલા બ્રાઉન શુગર અને હેરોઈનના કેસમાં ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે ત્રણ આરોપીઓને 20 વર્ષની કેદ તથા 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગુજરાત ATSએ વર્ષ 2019માં માંડવી નજીક બે ઈસમોને પકડી તેમના પાસેથી રૂ. 97,60,000 મૂલ્યના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન વધુ એક આરોપી પાસેથી પણ 965 ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.
આ કેસમાં મુખ્ય આરોપી નાદીર હુસૈન, ઉમર હુસૈન અને ઈમરાન મણીયારને ATSએ ઝડપી કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. સુનાવણી બાદ ભુજ કોર્ટે ત્રણેયને ગંભીર ગુનાઓ સાબિત થતાં 20 વર્ષની સજા સંભળાવી છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
