<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

કચ્‍છના ચકચારી ૧.૯૪ કરોડના હેરોઇન કેસના ત્રણ આરોપીઓને ૨૦ વર્ષની જેલ

ભુજની સ્‍પે. નાર્કોટિક્‍સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદા : ૨૮ જુલાઈ ૨૦૧૯ના માંડવી નજીક કોડાય ગામ પાસેથી બે શખ્‍સો ૯૭.૬૦ લાખના ૯૭૬ ગ્રામ જથ્‍થા સાથે ઝડપાયા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬:  એટીએસ પોલીસ ટીમ દ્વારા ૨૮ જુલાઈ ૨૦૧૯ ના કચ્‍છના માંડવી નજીક કોડાય ગામ પાસેથી બે શખ્‍સોને ૯૭.૬૦ લાખના હેરોઇનના ૯૭૬ ગ્રામ જથ્‍થા સાથે ઝડપ્‍યા હતા. આ બંને આરોપીઓની પૂછપરછમાં તેમને દરિયા કિનારેથી ડ્રગ્‍સનો જથ્‍થો મળ્‍યો હોવાનું ખુલ્‍યું હતું. આ બંને શખ્‍સોએ ૯૬.૫૦ લાખનું ૯૬૫ ગ્રામ હેરોઇન માંડવીના ઇમરાન અબ્‍દુલ કાદર મણીયારને આપ્‍યું હોવાનું ખુલતા એટીએસ પોલીસ ટીમે તેને ૧ ઓગસ્‍ટ ૨૦૧૯ ના ઝડપ્‍યો હતો.

ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્‍સ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જે કેસમાં ભુજ સ્‍પે કોર્ટે ત્રણેય આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદ સાથે ૨ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જો આરોપીઓ દંડ ન ભરે તો વધુ ૨ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ગુનામાં સરકાર તરફે અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ એ. મહેશ્વરીએ દલીલો કરી હતી.

(11:18 AM IST)