<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

પ્રેમ લગ્ન કરી સુરેન્‍દ્રનગર આવેલી યુવતીને માતાએ બળજબરીપૂર્વક અમદાવાદ લઈ જઈ ગર્ભપાત કરાવ્‍યો

સીટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદઃ ભળણહત્‍યા કરનારી યુવતીની માતા સામે કાયદેસરની કાર્યવાહી કરવા ખુદ યુવતીએ જિલ્લા પોલીસ વડાને પણ કરી રજુઆત

 

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૬:  અમદાવાદમાં રહેતી યુવતીએ સુરેન્‍દ્રનગરના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા સુરેન્‍દ્રનગર ખાતે સોનપુર રોડ પર વસવાટ કરતા અમિત વાઘેલા નામના યુવક સાથે અમદાવાદની રિદ્ધિ પટેલ દ્વારા પ્રેમ લગ્ન કરવામાં આવ્‍યા હતા અને બંને સુરેન્‍દ્રનગર સોનપુર રોડ ઉપર દાંપત્‍ય જીવન સુખમય રીતે પસાર કરી રહ્યા હતા.

દરમિયાન રિદ્ધિબેન વાઘેલા ચાર માસની ગર્ભવતી થઈ હતી ત્‍યારે જ્‍યોતિ રિદ્ધિ બેન ની માતા મીનાબેન પટેલ અને તેની બેન પિનલ સાવલિયા રાત્રિના ૨.૩૦ વાગ્‍યે તેના ઘરે સાઈડમાં લઈ જઈ અને ત્‍યારબાદ તેને અમદાવાદ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્‍યાં ચાર મહિનાનું ગર્ભપાત કરી અને ભળણ હત્‍યા કરી હોવાની લેખિત રજૂઆત સુરેન્‍દ્રનગર સીટી પોલીસ સ્‍ટેશન ખાતે ભોગ બનનાર યુવતી અને તેના પતિ દ્વારા કરવામાં આવી છે.

આ સંદર્ભે કડક કાર્યવાહી કરવામાં આવે અને ગર્ભપાત કરાવી અને ભળણ હત્‍યા કરનાર તેની માતા અને બહેન સામે કડક પગલાં ભરવામાં આવે તે માટે સુરેન્‍દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ ભોગ બનનાર યુવતી રિદ્ધિ અને તેના પતિ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે હાલની પરિસ્‍થિતિમાં સુરેન્‍દ્રનગર સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા અરજી લેવામાં આવી છે.

 ઉપરાંત ભોગ બનના રિદ્ધિ બેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્‍યો છે કે દૂધમાં દવા નાખી અને ત્‍યારબાદ પીવડાવી દઈ બેહોશ કરી અને અમદાવાદની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા હતા. પતિ અને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ સાથે સમગ્ર બાબતે લેખિતમાં અરજી કરવામાં આવતા હવે સુરેન્‍દ્રનગર સીટી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.(૨.૧૧)

 

 

 

(10:58 AM IST)