તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 26th November 2025
ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર બંધ અસંખ્ય ખેડૂતો હેરાન પરેશાન
કેન્દ્ર ચાલુ હોવાનો અધિકારીનો દાવો : પૈસા પડાવવાનો કીમીઓ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ...

ધોરાજી, તા.૨૬: જેતપુર રોડ પર આવેલા અતુલ સોલવનટ કેન્દ્રમાં મગફળી ટેકાનાં ભાવે ખરીદી કેન્દ્રમાં ખેડૂતોની મગફળી લેવામાં આવી હતી.
જે જામકંડોરણા રોડ પર આવેલ બીજા વેર હાઉસ પર પહોંચતા પાંચ જેટલા ટ્રક મગફળી ની ગાડી ઓ રીજેકટ કરવામાં આવી હતી. જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ગઈકાલે પાસ થયેલ નમૂના બીજા ગોડાઉન પર રિજેકટ થવાના પડઘાં પડયા હતા.
અતુલ સોલવંટ ખાતે ખેડૂતોની ટેકાનાં ભાવે ખરીદી કેન્દ્ર છે તે બંધ હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓમા વધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ કેન્દ્રો ખુલા છે ફકત ધોરાજીનુ કેન્દ્ર ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર જ બંધ હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
ખેડૂત અગ્રણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશ વોરા જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પૈસા પડાવનુ કારસો છે ખરીદી કેન્દ્ર ઉપર થી જે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે સારી કવોલિટીની ખરીદી કરવામાં આવે છે પણ વેર હાઉસનાં ગોડાઉનમાં જાય છે ત્યાં આ મગફળીનો જથ્થો ભરેલી ગાડીને રીજેકટ કરવામાં આવે છે તેવો ખેડૂતો અને ખેડૂત આગેવાનોનો આક્ષેપ છે.
ખેડૂત વિક્રમભાઈ વઘાસીયા જણાવ્યું હતું કે અમે અમારી મગફળી ખરીદ કેન્દ્ર ખાતે લઈ આવ્યા હતા જ્યાં મગફળીનો ગ્રેડ ચકાસી લેવામાં આવ્યો હતો મગફળીનું વજન પણ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ જણાવવામાં આવેલ કે વેરહાઉસ માંથી મગફળીનો નમુનો રિજેકટ કરવામાં આવેલો છે. ક્યા કારણોસર રિજેકટ કરવામાં આવ્યો છે તેની પણ જાણ કરવામાં આવી નથી.
ત્યારે આ બાબતે વેર હાઉસ અધિકારી ભગવાનજીભાઈ ખાંભલા એ જણાવ્યું હતું કે ખરીદી માર્કેટિંગ યાર્ડમાં થાય છે. ખરીદી કેન્દ્ર ચાલી રહ્યું છે. મગફળીની ગાડીઓ અહીં ઉતરી રહી છે અને વાત રહી મગફળીની ખેડૂતોની મગફળીની તો જે ગ્રેડ અને નિયમ મુજબ રીજેકટ થતી હોય છે.
અને પૈસા પડાવાની વાત તો અમારે ખેડૂતો સાથે કોઈ વ્યવહાર નથી રાજ્ય સરકાર દ્વારા જે એજન્સી કામ કરી રહી છે તેવુ જણાવ્યું હતું.
હાલ ખેડૂત મંડળીઓ અને મગફળી ટેકાનાં ભાવે ખરીદી કેન્દ્ર અને વેર હાઉસ અધિકારી આમને સામને જોવા મળેલ છે ત્યારે જોવા નું એ રહયુ કે ખેડૂતો એ કરવામાં આવેલ આક્ષેપ કે પછી વેર હાઉસ અધિકારી એ તો યોગ્ય તપાસ કરવામાં આવે ત્યારબાદ જ સાચી હકીકત ની ખબર પડશે પણ હાલતો ખેડૂતો મગફળી કેન્દ્ર બંધ હોવાથી ખેડૂતો ની મુશ્કેલી ઓમા વધારો જોવા મળેલ છે.
ખેડૂતોની મગફળીમાં રી ગ્રેડ ચકાસણીમાં મગફળી રિજેકટ થતી હોવાનો અનેક ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો.(તસવીર કિશોર રાઠોડ)(
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
