News of Wednesday, 26th November 2025
જામજોધપુરમાં પરપ્રાંતિય પત્નિની પતિએ આડા સંબંધની શંકામાં મોતને ઘાટ ઉતારી

જામનગરઃ તસ્વીરમાં મૃતક મહિલાનો ફાઇલ ફોટો તથા પરિવારજનો નજરે પડે છે (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)
(મુકંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૬: જામજોધપુર પોલીસ સ્ટેશમાં ખીમસિંહભાઈ મિશરૂભાઈ ભુરીયા, ઉ.વ.રર, રે. જુના માર્કેટીંગ યાર્ડમાં ઝુપડામાં, રાજકોટવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી નરીયાભાઈ સમરીયાભાઈ બામણીયા ફરીયાદી ખીમસિંહભાઈ બનેવી થતો હોય અને ફરીયાદી ખીમસિંહની બેન ગુલીબેન ઉપર તેઓના પતિ નરીયાભાઈ એ અન્ય કોઈ સાથે આડા સબંધ હોવાની શંકા રાખી હેરાન પરેશાન કરી ઝઘડાઓ કરતો અને જાનથી મારી નાખવાની વાતો કરતો હતો આ દરમ્યાન જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં ઝુપડામાં જાનથી મારી નાખવાના ઈરાદે પથ્થર તથા લાકડાથી ક્રુરતા પુર્વક માથાના ભાગે આડેધડ ઘા મારી ઈજાઓ કરતા સારવારમાં લઈ જતા જયાં ફરજ પરના ડોકટરે મરણ ગયેલાનું જાહેર કરતા આરોપી નરીયાભાઈએ ફરીયાદી ખીમસિંહભાઈની બહેનનું મોત નિપજાવી ગુનો કરેલ છે
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
