<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

ઉપલેટાના રાકેશભાઇ વાસીયાને આપઘાત માટે મજબુર કરનાર ડોકટર સહિત બેને પોલીસે ઝડપી લીધા

સાયબર ફ્રોડના કરોડો રૂપિયાની લેતીદેતીમાં તારા બેંક ખાતાનો ઉપયોગ કરવાનો છે.. તેમ કહી ચિરાગ ચંદ્રવાડીયા તથા મેહુલ બારેયાની ધરપકડઃ ભાવીન ડઢાણીયાની શોધખોળ તસ્‍વીરમાં પકડાયેલ બન્ને શખ્‍સો નજરે પડે છે

રાજકોટ, તા. ર૬: સાયબર ફ્રોડના કરોડો રૂપિયાની લેતીદેતીમાં તારા બેંક ખાતાનો ઉપયોગ કરવાનો છો તેવી ધમકી દ્વારા આજ ઉપલેટાના યુવાનને આપઘાત માટે મજબુર કરનાર ડોકટર સહિત બે શખ્‍સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે અન્‍ય એકની શોધખોળ હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ ગઈ તા. ૨૪/૧૧ ના રોજ ફરીયાદીશ્રીએ ઉપલેટા પો.સ્‍ટે. ખાતે ફરીયાદ આપેલ કે આરોપી નં (૧) ભાવીન ગોવિંદભાઇ ડઢાણીયા રહે.મોટી વાવડી તથા આરોપી નં.(૨) ચીરાગ નરેશભાઇ ચંદ્રવાડીયા રહે.ઉપલેટા તથા આરોપી નં.(૩) મેહુલ દલસુખભાઈ બારૈયા રહે ઉપલેટાવાળાઓએ પોતાનો સામાન્‍ય ઇરાદો બર લાલવા માટે મરણજનાર (ફરીયાદીના દિકરા) રાકેશભાઇ નાથાભાઇ વાસીયા જાતે-આહીર ઉવ.૩૪ ને દબાણ કરી તેના નામે H.D.F.C. બેન્‍કમાં ખાતુ ખોલાવી ખાતામાં મરણજનારની જાણ બહાર સાયબર ફોડના કરોડો રૂપીયાની લેતીદેતી કરેલ હોય અને આ રૂપીયાની લેતીદેતીમાં પヘીમ બંગાળ રાજ્‍યના પુરબા બર્ધમાન જીલ્લાના ભાતર પોલીસ સ્‍ટેશનથી નોટીશ આવતા આ અંગે મરણજનારે ત્રણેય આરોપીઓને વાત કરતા આરોપીઓએ મરણજનારને કહેલ કે તારા બેન્‍ક એકાઉન્‍ટનો અમારે ઉપયોગ કરવાનો છે તારાથી થાય તે કરી લેજે અને તારે જ જેલમા જવાનુ છે તેવી બીક બતાવી ત્રાસ આપી ફરીયાદીના દિકરા રાકેશભાઇ ને મરવા મજબુર કર્યાની ઉપલેટા પોલીસ મથકમાં ફરીયાદ થઇ હતી.

આ બનાવમાં રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તથા ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સિમરન ભારદ્રાજ એ આરોપીઓને તાત્‍કાલીક પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અંગે ઉપલેટા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ  પોલીસ ટીમ અલગ અલગ દીશામા પ્રયત્‍નશીલ હતી તે દરમ્‍યાન આરોપી ચીરાગ નરેશભાઇ ચંદ્રવાડીયા ઉ.વ.૨૮ ધંધો.ડોકટર રહે.ઉપલેટા દ્વારકાધીશ સોસાયટી તા.ઉપલેટા રાજકોટ તથા આરોપી મેહુલ દલસુખભાઇ બારૈયા ઉ.વ.૩૦ ધંધો.વેપાર રહે.ઉપલેટા યાદવ રોડ ચકલી ચોરા પાસે તા. ઉપલેટા રાજકોટવાળાઓ ને પકડીપાડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. જયારે અન્‍ય આરોપી ભાવીન ડઢાણીયાની શોધખોળ હાથ ધરાઇ છે

(11:42 AM IST)