News of Wednesday, 26th November 2025
મોરબીના ખોખરા હનુમાનધામમાં શુક્રવારથી પૂ.કનકેશ્વરીદેવીજીના સ્વાનિધ્યમાં ધર્મોત્સવ
૨ ડિસેમ્બર સુધી સાધુ-સંતો, વિદ્વાન આચાર્યોની ઉપસ્થિતીમાં વિવિધ કાર્યક્રમો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૬: કેશવાનંદ બાપુની અહૈતુક કળપા પ્રસાદ સ્વરૂપ, ભજનભૂમિ ખોખરા હનુમાન હરિહરધામના પાવન પરિસરમાં કનકેશ્વરી દેવીજીની પ્રેરણા અનુસાર માગશર સુદ નોમ શુક્રવાર તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૫ થી માગશર સુદ તેરસ મંગળવાર તારીખ ૨ ડિસેમ્બર ૨૦૨૫ સુધી સાધુ-સંતો તથા વિદ્વાન આચાર્યોના પાવન સાનિધ્યમાં પંચ દિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
ખોખરા હનુમાન હરિહરધામ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં પંચમુખાત્મક શ્રી વિષ્ણુ મહાયજ્ઞ તા.૨૮ નવેમ્બર થી ૨ ડિસેમ્બર સુધી યોજાશે. તા.૨૯ નવેમ્બર ને રાત્રે ૯:૩૦ કલાકે સંતવાણી ભજન સંધ્યાનું આયોજન કરાયું છે. જેમાં કલાકાર પરસોત્તમપરી બાપુ હાજરી આપશે. તા.૩૦ નવેમ્બરને સવારે ૭ કલાકથી ધર્મસભા યોજાશે જેમાં જયશ્રીદાસ માતાજી હાજરી આપશે. શ્રી નવગ્રહ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા ધૂણી સ્થાપના તા.૩૦ નવેમ્બર ને બપોરે ૧૨ કલાકે યોજાશે. યજ્ઞપૂર્ણાહુતિ તા. ૨ ડિસેમ્બર ને બપોરે ૧૨:૩૦ કલાકે થશે. તો આ દિવ્ય ધર્મોત્સવનો લાભ લેવા ખોખરા હનુમાન હરિહરધામ સેવા સમિતિ તથા સદગુરુ પરિવાર, ભારત દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.
(12:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
