News of Wednesday, 26th November 2025
સાવરકુંડલાના જુના સાવરમા ગોડાઉનમાં આગ લાગતા ૫૦૦ થી ૬૦૦ મણ કપાસ બળી ગયો
જે જગ્યાએ આગ લાગી તે ગોડાઉન પાસે મજૂરો રહેતા હતા, પરંતુ તેઓ કામે ગયા હોવાથી મોટી જાનહાની ટળી

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૬: સાવરકુંડલાના જૂના સાવર ગામે કપાસના ગોડાઉનમાં આગ લાગવાના બનાવથી દોડધામ મચી ગઈ હતી.આ બનાવની હકીકત એવા પ્રકારની છે કે સાવરકુંડલા ગામે રહેતા વિનુભાઈ હરજીભાઈ કાનાણીના ગોડાઉનમાં એકાએક આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આગ લાગવાના બનાવથી અંદાજે ૫૦૦ થી ૬૦૦ મણ બળી ગયો હતો.આ આગના બનાવથી જૂના સાવર ગામમાં અરેરાટી સાથે નાસભાગ મચી જવા પામેલ હતી. આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર ફાઇટરના મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.આ આગના બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. આ આગ લાગવાનું કારણ ચોક્કસ જાણવા મળેલ નથી, પરતુ આગ કેવી રીતે લાગેલ હતી? તે તપાસનો વિષય બન્યો છે જે આગનો બનાવ બન્યો તે ગોડાઉન પાસે મજૂરો રહેતા હતા, પરતુ મજૂરો ૬ વાગ્યે કામે ગયા હતા અને ૭ વાગ્યે આગ લાગવાનો બનાવ બનેલ હતો તેવા અહેવાલો મળી રહ્યા છે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
