<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th November 2025

લખતરની એમક્યોર ફાર્મામાં પ્રાંત અધિકારીનું ચેકિંગ: કેમિકલવાળા પાણીના નમૂના લેવાયા

ગટર, ખેત તલાવડી તેમજ કળમ ગામના તળાવમાંથી પાણીના નમૂના લીધા

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર સ્થિત એમક્યોર ફાર્મા કંપનીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદના પગલે પ્રાંત અધિકારીએ ચેકિંગ હાથ ધર્યું હતું. એવી ફરિયાદ મળી હતી કે કંપની દ્વારા કેમિકલવાળું પાણી RMB (રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ)ની ગટરમાં છોડવામાં આવતું હતું. આ ફરિયાદને પગલે GPCB (ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ના અધિકારીઓ પણ જોડાયા હતા અને તેમણે ગટર, ખેત તલાવડી તેમજ કળમ ગામના તળાવમાંથી પાણીના નમૂના લીધા હતા. આ નમૂનાઓ હવે ટેસ્ટિંગ માટે રાજકોટની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ, નમૂનાનો રિપોર્ટ આવ્યા બાદ જ કંપની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(10:20 PM IST)