News of Thursday, 27th November 2025
જસદણ-વિંછીયા તાલુકાના ગામડાઓમાં ૬ કરોડના ખર્ચે ૨૪ નવા પંચાયત ઘર બનશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૨૭: જસદણ અને વિંછીયા તાલુકામાં જે ગામોમાં પંચાયત ઘર જર્જરીત છે અથવા અગાઉના વર્ષોમાં વારંવાર રજૂઆતો છતાં બેસવાલાયક કે બિલકુલ પંચાયત ઘર ન હતા તેવા જસદણ તાલુકાના ૧૮ ગામોમાં અને વિંછીયા તાલુકાના ૬ ગામોમાં તમામ સુવિધાયુકત નવા પંચાયત ઘરો બનશે.
ભાડલા મોટુ ગામ હોવાથી રૂા. ૩૪.૮૩ લાખનું અતિ આધુનિક પંચાયત ઘર, બાકીના પોલારપર, ચીતલીયા, બરવાળા, ગઢડીયા(જામ), રાજાવડલા (જામ), કુંદણી, વેરાવળ(ભા), ઝુંડાળા, રાણપરડા, જીવાપર, કાનપર, જુના પીપળીયા, વિ૨૫૨(ભા), નાની લાખાવડ, બળધોઈ, ભાડલા, લીલાપુર, વડોદ તેમજ વિંછીયા તાલુકાના ૬ ગામો પાટીયાળી, દેવધરી, ભડલી, છાસીયા, આસલપુર અને સનાળી ગામે એક-એક પંચાયત ઘરના રૂા. ૨૫ લાખ એટલે કે કુલ રૂા.૬,૦૯,૮૩,૦૦૦/- ના ખર્ચે ગામનું પંચાયત ઘર - ગામમાં સચિવાલય બને તે માટે વિસ્તારના ધારાસભ્ય અને રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ એમ. બાવળીયા સફળ લોકસેવક તરીકે પુરવાર થયા છે.આગામી દિવસોમાં દરેક ગ્રામ પંચાયત ઘરને પાકા રસ્તાથી એપ્રોચ રસ્તા સાથે જોડવામાં આવશે. ગામ સુઘડ, સ્વચ્છ અને આદર્શ ગામ બને તેવા સતત પ્રયાસો કુંવરજીભાઈ બાવળીયા તરફથી થઈ રહ્યા છે
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
