News of Thursday, 27th November 2025
જોડીયાના પીઠડમાં બોલાચાલી બાદ માથામાં ધોકાનો ઘા ઝીંકાયો

ધ્રોલ તા.૨૭: જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા રસિકભાઈ રામભાઈ સોઢીયા (ઉ.વ. ૪૦) અને તેમના નાનાભાઈ ચેતનભાઈ વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આરોપી અલ્તાફભાઈ કમોરાના રહેણાંક મકાન પાસે પહોંચ્યા હતા. આ સમયે ફરિયાદી અને તેમના ભાઈએ અલ્તાફભાઈને તેમના ભત્રીજા રેહાન બાબતે વાત કરી હતી, જેના પગલે અલ્તાફભાઈએ રેહાનને બોલાવતા મામલો બોલાચાલી અને ઝઘડામાં પરિણમ્યો હતો.
આ ઝઘડા દરમિયાન મુખ્ય આરોપી અલ્તાફભાઈ કમોરાએ આવેશમાં આવી જઈને ફરિયાદી રસિકભાઈના માથાના ભાગે લાકડાના ધોકા વડે એક ઘા મારી દીધો હતો, જેનાથી ફરિયાદી લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓએ ફરિયાદીને ફરીવાર આ વિસ્તારમાં આવશો તો ‘સારવાટ નહી રહે' તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ઈજાગ્રસ્ત રસિકભાઈ સોઢીયાએ જોડીયા પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી. પી.એસ.આઈ. કે.ડી. જાડેજા અને પી.એસ.ઓ. એ.એસ.આઈ. સી.એલ. ચિホાએ કુલ છ આરોપીઓ, જેમાં (૧) અલ્તાફભાઈ કમોરા, (૨) રેહાનભાઈ કમોરા, (૩) ફૈઝલભાઈ, (૪) સાજીદભાઈ કમોરા, (૫) સલમાબેન કમોરા અને (૬) રેહાનભાઈની માતા નામ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
