News of Thursday, 27th November 2025
વાંકાનેરમાં પંચાસર-રાતીદેવળી બાયપાસ બ્રિજ પૂર્વવતઃ થતાં ટ્રાફીક પ્રશ્ન હલ થશેઃ કેશરીદેવસિંહ ઝાલા

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૨૭: વાંકાનેરના પંચાસર- રાતીદેવળી બાયપાસ પુલનો એક ભાગ દોઢવર્ષ પહેલા તૂટી ગયો હતો. જે પુલના એક નાલાનું કામ નદીમાં પુર વરસાદ સહિતની અડચણોને પગલે ધીમી ગતિએ ચાલ્યુ હતું. બે માસ પૂર્વે વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ કેશરી દેવસિંહ ઝાલા તે વેળાઆ પુલની મુલાકાત લઇ પુલના કોન્ટ્રાકટર સાથે સમીક્ષા બેઠક કરેલ, તે વેળા કોન્ટ્રાકટરે બે મહિનામાં આ પુલ બની જશે તેવી ખાત્રી આપી હતી. ત્યારે આજે બુધવારે સવારે ૧૦ વાગ્યે પંચાસર રાતીદેવળીરોડ સ્થિત પુલ ઉપર જઇને કેશરીદેવસિંહ ઝાલાએ સમીક્ષા કરી હજુ પણ પર રહેલા ખાડાઓ અંગે કોન્ટ્રાકટરનું ધ્યાન દોરતા તેણે આ ખાડાઓ બે દિવસમાં બુરાઇ જશે તેમ જણાવેલ હતું. આ ખાડાઓ વાહનો માટે ખાસ નડતરરૂપ ને હોઇ પુલ પરથી ભારે વાહનો ચલાવવા સંમતિ આપતા હાજર રહેલા ભાજપ શહેર તાલુકાના આગેવાનો સાથે પરામર્શ કરી આ પુલ ભારે વાહનો માટે ચાલુ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કેશરીદેવસિંહ ઝાલાએ વધુમાં જણાવેલ કે, પુલક્ષતિગ્રસ્ત હતો ત્યારે વાંકાનેર શહેરમાં ટ્રાફિક પ્રશ્ન તથા ઘણા લોકો આ પ્રશ્ન અંગે મારી પાસે આવતા હોઇ, આ પુલનો પ્રશ્ન હલ કરવા મે સરકારમાં અવારનવાર રજુઆતો કરેલ. ભાજપ તાલુકા પ્રમુખ તા.પં.ના પ્રમુખ પતિ, કારોબારી ચેરમેન, ભાજપ સંગઠનના મહિલા સભ્યો સહિત મોટી સંખ્યામાં લોકોઆ સમયે હાજર રહ્યા હતા.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
