News of Thursday, 27th November 2025
દ્વારકામાં અવશેષો-ઐતિહાસિક સ્તરોની તપાસ માટે પુરાતત્વ વિભાગ દ્વારા સર્વે
દેવભુમિ દ્વારકાનાં દિવ્ય ઇતિહાસ માટે મહત્વનું પગલુઃ પુરાતત્વ વિભાગના એડિશનલ ડિરેકટર જનરલ અલોક ત્રિપાઠી અને વિશેષ ટીમ દ્વારા તપાસ

(વિનુભાઇ સામાણી- દિપેશ સામાણી-આલાપ ભરતભાઇ બારાઇ દ્વારા) દ્વારકા-ઓખા તા. ર૭ :.. દેવભૂમિ દ્વારકામાં પુરાતત્વ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
દ્વારકા જગત મંદિરની આસપાસના વિસ્તારમાં પુરાતત્વ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સર્વે કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સર્વે ASIના એડિશનલ ડિરેક્ટર જનરલ અલોક ત્રિપાઠી તથા તેમની વિશેષજ્ઞ ટીમની હાજરીમાં શરૂ થયો છે.
અલોક ત્રિપાઠીએ જણાવ્યું કે ૧૯૮૮થી દ્વારકામાં સર્વેની કામગીરી ચાલુ છે અને દ્વારકા ભારતીય ઇતિહાસ તથા પ્રાચીન સંસ્કળતિમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. અહીં મળતી નિશાનીઓ દ્વારકાનગરીના ઐતિહાસિક અસ્તિત્વ અને વૈભવના મજબૂત પુરાવા છે. આ સર્વે દ્વારકાના ત્રણ મુખ્ય વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે. સમુદ્ર નીચે સ્થિત પ્રાચીન દ્વારકા બેટ દ્વારકા આઇલેન્ડ, દ્વારકા શહેર અને જાગત મંદિર આસપાસનો વિસ્તાર સર્વે દરમિયાન પ્રાચીન શહેરની રચના, તે સમયના માનવ જીવન, વળક્ષો, પ્રાણીઓ, વસવાટ, જીવનશૈલી અને પ્રાચીન અવશેષો અંગે વિગતવાર અભ્યાસ કરવામાં આવશે. અલોક ત્રિપાઠીએ જણાવ્યું કે દ્વારકા એક કિલ્લા જેવી મજબૂત રચનાવાળું શહેર હતું, અને તેનું ઐતિહાસિક વૈભવ બહાર લાવવા આ સર્વે અત્યંત મહત્ત્વનો છે.
સર્વેની શરૂઆત શારદામઠથી કરવામાં આવી છે. અહીંથી સમગ્ર જાગત મંદિર વિસ્તાર, તેની આસપાસની ગલીઓ, પ્રાચીન માર્ગો અને ઐતિહાસિક સ્થળોનું માપન, ફોટોગ્રાફી, ૩-ડી મેપિંગ, દસ્તાવેજીકરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ સર્વેનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ગોમતી નદી અને દ્વારકાધીશ જાગત મંદિર વચ્ચેનો સમગ્ર વિસ્તાર રહેશે, જ્યાં પ્રાચીન દ્વારકાના અવશેષો અને ઐતિહાસિક સ્તરોની તપાસ વિશેષ આયોજન સાથે કરવામાં આવશેર્.ે
આ સર્વે એવા સમયે શરૂ કરવામાં આવ્યો છે, જયારે ગુજરાત સરકાર દ્વારા દ્વારકા કોરિડોરનું ટેન્ડર ફેબ્રુઆરી ૨૦૨૫માં જાહેર થયું છે. વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આ પુરાતત્વીય સર્વેના આધારે કોરિડોરની ડિઝાઇન, માળખું, આયોજન, વિકાસ યોજના વધુ સચોટ રીતે તૈયાર કરવામાં આવશે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
