સુરેન્દ્રનગર પાલિકામાં સફાઈ કામદારોની જગ્યાએ સેવકોની ભરતી

વઢવાણ, તા.૨૮: સુરેન્દ્રનગર મહાનગરપાલીકાના સફાઈ કામનો કોન્ટ્રાકટ તાજેતરમાં જ અપાયો છે. જેમાં ૪૦૦ સફાઈ કામદાર લેવાની શરત છે. પરંતુ આ ૪૦૦માં ૨૬ પટ્ટાવાળા લેવાયા છે. બીજી તરફ સપ્ટેમ્બર-૨૦૨૪માં છુટ્ટા કરાયેલા ૪૫ સફાઈ કામદારો હજુ પણ ઘરે બેસી નોકરીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગ સાથે કલેકટર અને કમીશનરને લેખીત રજુઆત કરાઈ છે.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત નગરપાલીકામાંથી મહાનગરપાલીકા બન્યા બાદ પણ સફાઈ કામદારોના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે. અનીયમીત પગાર, છુટ્ટા કરવાની લટકતી તલવાર વચ્ચે સફાઈ કામદારો કામ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર પાલીકા હતી ત્યારે ફેબ્રુઆરી-૨૦૨૪માં પાલીકાએ ૪૫ સફાઈ કામદારોને છુટ્ટા કરતા ઙ્કતીક ધરણા કરાયા હતા. જેમાં સમાધાન બાદ દરેકને કામ પર પરત લેવાયા હતા. પરંતુ સપ્ટેમ્બર-૨૦૨૪માં ફરી તેઓને છુટ્ટા કરી દેવાયા હતા. ત્યારબાદથી જાન્યુઆરી-૨૦૨૫ અને માર્ચ-૨૦૨૫માં આ અંગે રજુઆતો કરાઈ છે. પરંતુ કોઈ ઉકેલ ન આવતા ૨૭-૧૧ના રોજ ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા મનપાના વહીવટદાર અને જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અને મનપાના કમી‘ર ડો. નવનાણ ગવ્હાણેને ફરી રજુઆત કરવામાં આવી છે.
આ રજુઆતમાં ગુજરાત રાજય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા સહિતનાઓના જણાવાયા મુજબ મનપા દ્વારા તાજેતરમાં જ સફાઈ કામનો નવો કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં ૪૦૦ સફાઈ કામદારોની શરત છે. પરંતુ આ ૪૦૦માંથી ૨૬ વ્યકિતઓને પટ્ટાવાળા તરીકે લેવાયા છે. જે શરતનું ઉલ્લંઘન છે. બીજી તરફ ૪૫ સફાઈ કામદારો છેલ્લા ૧ વર્ષથી કામની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી સફાઈ કામદારોની જગ્યાએ સફાઈ કામદારોની જ ભરતી થાય તેવી કાર્યવાહી કરવા રજુઆતના અંતે માંગ કરાઈ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
