<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th November 2025

ધ્રાંગધ્રાના જસમતપુરમાં પિતા-પુત્રનો કેનાલમાં ઝંપલાવીને આપઘાત

મહેશભાઇ મફતભાઇ ઠાકોર અને તેના પુત્ર દેવરાજે ઘરકંકાસથી કંટાળીને મોત મીઠુ કરી લીધુ

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૮: સુરેન્‍દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે પિતા-પુત્ર એ કેનાલમાં ઝંપલાવી અને આપઘાત કરવાનો બનાવ સામે આવ્‍યો છે ત્‍યારે અંગેની જાણકારી મળતા તાત્‍કાલિક અસર એ પોલીસ ઘટના સ્‍થળ ઉપર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો હતો ત્‍યારે તપાસમાં ઘટના પાછળનું કારણ ઘર કંકાસ કારણભૂત હોવાનું લોકો પાસેથી જાણવા મળ્‍યું હતું. કેનાલમાંથી મૃતદેહોને બહાર કાઢી અને તાત્‍કાલિક અસરો સાર્વજનિક હોસ્‍પિટલ ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્‍યા. ધાંગધ્રા પોલીસે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.મહેશભાઈ મફતભાઈ ઠાકોર અને તેમના પુત્ર દેવરાજભાઈ મહેશભાઈ ઠાકોર (ઉંમર ૯ વર્ષ) ગુરુવારે સવારે જસમતપુર ગામ નજીક કેનાલમાં કૂદી પડ્‍યા હતા. આજુબાજુના વાડી વિસ્‍તારમાં કામ કરતા મજૂરોને આ અંગે જાણ થતાં તેમણે તાત્‍કાલિક ગામના અન્‍ય ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનો કેનાલ ખાતે દોડી ગયા હતા. ગ્રામજનોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. પિતા-પુત્રની શોધખોળ માટે ધ્રાંગધ્રા ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે કલાકો સુધી કેનાલમાં શોધખોળ કરી હતી, પરંતુ મોડી સાંજ સુધી તેમના મળતદેહ મળ્‍યા ન હતા.આત્‍મહત્‍યા પાછળ ઘર કંકાસ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. સ્‍થાનિક પોલીસે જણાવ્‍યું હતું કે, મળતદેહ મળ્‍યા બાદ આગળની તપાસ હાથ ધરવામાં આવશે.(૨.૧૨)

(11:14 AM IST)