<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહાaરાજને વૃંદાવનમાં બનેલા વાધા પહેરાવ્યા : ૨૦૦ કિલો જામફળનો અન્નકૂટ

પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આયોજન : મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી

રાજકોટ તા.૨૯ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ. પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે  શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ચાંદીનો મુકુટ, વૃંદાવનમાં બનેલા વાઘા  પહેરાવ્યા અને  200 કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો હતો. 

      આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા  અને શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને  સિલ્કના કાપડના વૃંદાવનમાં  એમ્બ્રોઇડરી  વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા  અને સેવંતીના ફુલનો હાર ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.

(9:41 AM IST)