News of Saturday, 29th November 2025
રેશનકાર્ડ પર અનાજ મળતું હોય તેવા તળાજા તાલુકાના ૧૮૦૦ કાર્ડ બંધ કરાયા
આવકનો સરકારી દાખલો અઢી લાખનો કઢાવ્યો અને એજ વ્યક્તિએ રિટર્ન ૬ લાખના ભર્યાં જે સરકારના ધ્યાને આવ્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: તળાજા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી રેશનકાર્ડમા સરકારી સહાય રૂપે મળતો અનાજ નો જથ્થો બંધ થઈ ગયા ની બુમરેન્ગ ઉઠી છે. પરંતુ કેમ બંધ થઈ ગયું તે બાબતે લોકો સત્ય જાણવા નો પ્રયાસ કરતા નથી.સરકાર દ્વારા ઓન લાઈન અને ડીઝીટલાઈજેશન ના કારણે જનતા ખોટુ કરીને સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા ઇચ્છતા હોય તે સરકાર ને ધ્યાને આવતા રેશનશોપ પરથી મળતો પુરવઠો બંધ થઈ રહ્યો છે. જોકે કેટલાક કિસ્સાઓમાં તપાસ ના આધારે પુરવઠો શરૂ પણ કરવામાં આવેલ છે.
તળાજાના એક રીક્ષા ચાલક એ જણાવ્યું હતુ કે પોતાને ગત માસ સુધી રેશનશોપ પરથી સરકાર દ્વારા મળતું અનાજ આ વખતે મળ્યું નથી. કેમ નથી મળ્યું તેના જવાબમાં મામલતદાર કચેરી તરફ થી જવાબ મળ્યો હતોકે આપે આવક નો દાખલો કઢાવ્યો હતો તે અઢી લાખ નો હતો. તેની સામે રિટર્ન ફાઇલ કરી તેમાં આવક છ લાખ ની દર્શાવી હતી!.હકીકતે ડીઝલ લોડીંગ રીક્ષા ચલાવી ને ગુજરાન ચલાવતા યુવાન મહિને પચાસ હજાર કમાતા નથી. પરંતુ રિટર્ન ફાઇલમા મોટી રકમ દેખાડવા થી લોન ની રકમ મોટી થતી હોય એટલી રકમ ભરી હતી. એ બાબત સરકાર ના ધ્યાને આવી હોય અનાજ નો જથ્થો બંધ કરી દેવામાં આવ્યો છે.
પુરવઠા મામલતદાર એ જણાવ્યું હતુ કે આવી અનેક બાબતો સરકાર ના ધ્યાને આવતા અનેક કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવી હતી. તેમાંથી અનેક લોકો આવ્યા હતા. તેઓના જવાબ અને આર્થિક સ્થિતિની ખરાઈ કરી ઉચ્ચ અધિકારીઓ, રાજસ્વી વ્યક્તિઓના અધ્યક્ષ સ્થાને મળતી બેઠક મા જેના કાર્ડપર રેશનિંગનો જથ્થો બંધ કરાયો હતો તેને ચાલુ કરાયો છે.
તેમ છતાંય તળાજા તાલુકા માંથી ૧૮૦૦ કાર્ડ ધારકો ને મળતો રેશનનો જથ્થો બંધ કરી દેવાયો છે. સૂત્રો એ જણાવ્યું હતુ કે પાનકાર્ડ સહિતના દસ્તાવેજો પર ખરીદાતા વાહનો કે અન્ય મોંઘી મિલ્કત પર સરકારી તંત્ર નજર રાખી રહ્યું છે. તેના પરથી ખ્યાલ આવે છેકે આ કાર્ડ ધારક ગરીબી રેખા હેઠળ જીવતા નથી. આથી સરકારની દરેક યોજનાઓનો લાભ મળી શકશે નહીં. આ બધુજ ઓનલાઈન અને ડીઝીટલાઇજેશન નો પ્રતાપ છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
