<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

જસદણ મતદાર યાદી સુધારણાની ૯૧.૪૦ ટકા કામગીરી

બે દિવસ માટે ખાસ કેમ્‍પનું આયોજન

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૯: જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમની ૯૧.૪૦  ટકા કામગીરી પૂર્ણ થઈ છે.

જસદણ વિધાનસભા વિસ્‍તારમાં ૧,૩૮,૭૨૧ પુરુષ મતદારો તથા ૧,૨૯,૮૦૯સ્ત્રી મતદારો મળીને કુલ ૨,૬૮,૫૩૧  મતદારો નોંધાયેલા છે. કુલ ૨૬૦ મતદાન મથકો છે.  કુલ ૨,૬૮,૫૩૧ મતદારો પૈકી ૨,૬૮,૪૨૩ મતદારોને મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ કામગીરી ચાલુ થયાના પ્રથમ ચાર દિવસમાં જ એન્‍યુમરેશન ફોર્મનું વિતરણ કરી દેવામાં આવેલ હતું.  કુલ ૨,૬૮,૫૩૧ મતદારો પૈકી ૨,૪૫,૪૪૭ મતદારોના ફોર્મ ૨૦૦૨ ની મતદાર યાદી સાથે ખરાઈ કરીને પરત મેળવી લેવામાં આવ્‍યા છે. એટલે કે ૯૧.૪૦  ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ૫૨૨૧ મતદારોના મૃત્‍યુ થયા છે.  ૬૦૯૮ મતદારોનું કાયમી સ્‍થળાંતર થયું છે. ૧૦૫ મતદારો ગેરહાજર છે જ્‍યારે ૫૬૬ મતદારો ડુપ્‍લીકેટ છે.  કુલ ૨૬૦ બુથ પૈકી ૮૯ બુથમાં સો ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એ.એસ.ડી ૪.૪૭ ટકા સાથે કુલ ૯૫.૮૭ ટકા ડિજિટલાઈઝેશનની કામગીરી પૂર્ણ થયેલ છે. જસદણના  પ્રાંત અધિકારી આર. આર. ખાંભરાના માર્ગદર્શન હેઠળ ૨૭ સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવેલ છે. ૨૬૦  બીએલઓ સાથે ૨૬૦ સહાયક બીએલઓની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. મામલતદાર કચેરી જસદણ, વિછીયા,  તાલુકા પંચાયત કચેરી, જસદણ વિછીયા ના  કર્મચારીઓનું સંકલન જળવાઈ રહે તે માટે ૨૭ આસિસ્‍ટન્‍ટ નોડેલ ઓફિસરની ટીમની રચના કરવામાં આવેલ છે. તારીખ ૨૯- ૧૧-૨૦૨૫ શનિવાર  તથા તારીખ ૩૦-૧૧-૨૦૨૫ રવિવાર બે દિવસ માટે ગણતરી ફોર્મ જમા કરાવવા માટે ખાસ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. તાલુકા સેવા સદન જસદણ તેમજ તાલુકા સેવા સદન વિછીયા ખાતે સાંજના પાંચ કલાક સુધી ફોર્મ રજૂ કરી શકાશે.(

(11:29 AM IST)