News of Saturday, 29th November 2025
સનાતન સંસ્કૃતિ પ્રાચીન સંસ્કૃતિ છેઃ પૂ. મૂક્તાનંદન બાપુ
વિસાવદરના વાજડી ગામે ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : મુકતાનંદ બાપુએ સત્ય સનાતન ધર્મ વિશે લોકોને જ્ઞાન આપ્યું : મોટી સંખ્યામાં લોકો જોડાયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા. ર૯ : વિસાવદરના વાજડી ગામે ગ્રામલોકોના સહકારથી અને દાતાશ્રીઓના માધ્યમથી રૂપિયા પ૦ લાખથી વધારે કિંમતના નવનિર્માણ કરેલા રામજી મંદિર, હનુમાનજી મંદિર, ખોડીયાર મંદિર અને રામદેવપીરનું મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રણ દિવસ સુધી આયોજન કરાયું છે.
આ આયોજનમાં પરબ ગામના મહંત પૂ. કરસનદાસ બાપુ ચાપરડાના મહંત પૂ. મુક્તાનંદ બાપુ તેમજ અનેક સાધુ સંતોએ હાજરી આપી હતી. અને નાની નાની દિકરીઓને સાધુ સંતોના સામૈયા કર્યા હતા. ગ્રામજનોએ સાધુ-સંતો-દાતાઓનું સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાત્રિના સમયે રાસ, ગરબા, ભજન ૧૦,૦૦૦ થી વધારે લોકોનો ત્રણ દિવસ સુધી ભવ્ય જમણવાર કરવામાં આવ્યો હતો. જેમાં શાષાી તરીકે વાજડી ગામના ભાગવત આચાર્ય લલિતદાદા તેમજ પરેશદાદા પોતાની શાષાોકત વિધિ અનુસાર વિધિવત રીતે મૂર્તિ પ્રતિષ્ઠાનું આહવાન કરી વિધિવત રીતે પધરામણી દરેક મંદિરોમાં કરી હતી. વાજડી ગામની વસ્તી માત્ર ૮૦૦ માણસની છે અને મંદિરોનો દાન ગામ લોકોનું પ૦ લાખથી વધારે છે અને ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.
આમ ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભજન, ભોજન અને ભકિતનો સમનવય એકસાથે ગામમાં જોવા મળ્યો હતો. આ તકે ચાપરડાના ક્રાંતિકારી સંત પૂ. મુકતાનંદબાપુ દ્વારા સત્ય સનાતન ધર્મ વિશે લોકોને જ્ઞાન આપ્યું હતું. જેમાં ગ્રામજનો, મહિલાઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. ત્રિ-દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને અયોધ્યામાં રામજી મંદિર ગત વર્ષે ખુલ્લો કરાયું તે દિવસે જ વાજડીમાં રામજી મંદિરના નવનિર્માણ નિર્માણ મંદિરનો પાયાનું મૂહર્ત કરાયું હતું. એક વર્ષે ચાર મંદિર તૈયાર કરી પ્રતિષ્ઠા ગ્રામજનો દ્વારા કરાઇ હતી.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
