<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેનના જન્‍મદિવસની અનોખી ઉજવણી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા.૨૯: સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વિબેનના જન્‍મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ધાર્વિબેનના જન્‍મદિવસ નિમિત્તે આંગણવાડી ભુલકાઓને ચોકલેટ વિતરણ, ગાય માતાને ઘાસચારો અને મહાદેવ મંદિરે દર્શન કરી મહાદેવના ચરણોમાં વીસ્વ શાંતિ નિમિત્તે પ્રાર્થના કરી.  ધાર્વિબેન ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે.

ધાર્વિબેનની વિશિષ્ટ ખાસિયત છે કે તેણી ખૂબ ચંચળ અને વાચાળ છે. અને કોઇ પણ બાબત હોય તે સંદર્ભે બારીકાઈથી નિરીક્ષણ કરીને જ પ્રત્‍યુત્તર પાઠવે છે. તેના દાદીમા ચંદ્રિકાબેનની લાડલી (આંખોં કા નૂર)આ જન્‍મદિવસે તેના પપ્‍પા પ્રિયંકભાઈ, મમ્‍મી રશ્‍મિતાબેન, ફઈબા ડીમ્‍પલબેન ફુવા જતીનભાઈ  ધાર્વિબેનની લાડલી જૈનીબેન નાના પ્રવિણભાઈ, નાની ગીતાબેન, મયૂર મામા, વિશાલ મામા અને કેવાંશી મામી દ્વારા જન્‍મદિવસ નિમિત્તે ખોબલે ખોબલે શુભકામના સહવહાલનો કરંડિયો મોકલેલ છે. તેણીના જન્‍મદિવસ નિમિત્તે અઢળક શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે.

(1:30 PM IST)